For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળઃ 93 વર્ષના થૉમસ અને તેમના 88 વર્ષના પત્નીએ જીતી કોરોના સામે જંગ

કેરળથી એક સારા સમાચાર આવ્યા છે. અહીં એક વૃદ્ધ દંપત્તિ કોરોના સામે જંગ જીતી ગયા છે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાયરસના દર્દી દુનિયાભરમાં બહુ ઝડપથી વધી રહ્યા છે. આ વાયરસથી મરનારની સંખ્યા પણ સતત વધી રહી છે. આ દરમિયાન કેરળથી એક સારા સમાચાર આવ્યા છે. અહીં એક વૃદ્ધ દંપત્તિ કોરોના સામે જંગ જીતી ગયા છે. પતિની ઉંમર 93 વર્ષ અને પત્નીની ઉંમર 88 વર્ષ છે. ઈલાજ પૂરો થયા બાદ બંને ઘરે પાછા આવી ગયા છે.

દીકરાથી થયા હતા સંક્રમિત

દીકરાથી થયા હતા સંક્રમિત

કેરળના પતનમતિટ્ટાના રહેવાસી 93 વર્ષના થૉમસ અને તેમના 88 વર્ષના પત્ની મરિયમ્મા કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ કોટ્ટયમની મેડીકલ કોલેજમાં ત્રણ સપ્તાહ સુધી બંનેનો ઈલાજ ચાલ્યો. હવે બંને સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે અને હોસ્પિટલથી ઘરે પણ આવી ચૂક્યા છે. જો કે પરિવારના બધા 5 લોકોને બે સપ્તાહ સુધી ઘરમાં રહેવુ પડશે. આ લોકોને દીકરાનુ સંક્રમણ થયુ હતુ, જે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ઈટલીથી પાછો આવ્યો હતો.

60 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓમાં રહે છે વધુ રિસ્ક

60 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓમાં રહે છે વધુ રિસ્ક

60 વર્ષથી વધુ વયના દર્દીઓને કોરોનાથી સંક્રમિત થવા પર હાઈ રિસ્ક તરીકે જોવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે યુવાનોને આ બિમારીથી લડીને બહાર આવવાના ચાંસ વધુ છે. જ્યારે વૃદ્ધ આનાથી બહાર નથી નીકળી શકતા પરંતુ આ કપલના સાજા થઈ ગયા બાદ લોકોની અપેક્ષા વધી ગઈ છે. હોસ્પિટલના ડૉક્ટરોએ કહ્યુ કે ઈલાજ દરમિયાન એક વાર તો થૉમસની હાલત ઘણી ખરાબ થઈ ગતી અને શ્વાસ લેવામાં ઘણી મુશ્કેલી થવા લાગી હતી તેમછતા તે રિકવર કરી ગયા.

કેરળમાં સતત સામે આવી રહ્યા છે દર્દી

કેરળમાં સતત સામે આવી રહ્યા છે દર્દી

કોરોના વાયરસ મહામારીની ચપેટમાં દેશભરમાં અત્યાર સુધી 1251 લોકો આવી ચૂક્યા છે. આમાં 1117 એક્ટિવ કેસ છે, જ્યારે 32 લોકોના જીવ જઈ ચૂક્યા છે. 102 લોકો ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે. કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય કેરળ અને મહારાષ્ટ્ર છે. કેરળમાં 234 લોકો કોરોનાથી સંક્રમિત છે જ્યારે બે લોકોના મોત થયા છે. કોરોના વાયરસને જોતા દેશમાં 25 માર્ચથી 21 દિવસનુ લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે. આજે લૉકડાઉનનો સાતમો દિવસ છે.

આ પણ વાંચોઃ Fact Check: શું સરકારે કોરોના વાયરસવાળા મેસેજ પર લગાવ્યો છે બેન? જાણો સત્યઆ પણ વાંચોઃ Fact Check: શું સરકારે કોરોના વાયરસવાળા મેસેજ પર લગાવ્યો છે બેન? જાણો સત્ય

English summary
Kerala Couple age 93 And 88 Recover From coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X