For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IMD: કેરળના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ, કોચી એરપોર્ટ બંધ

ફરી એકવાર કેરળ પર કુદરતનો કહેર વરસી રહ્યો છે. એર્નાકુલમ, ત્રિસુર, પઠાણમિથિત, મલપ્પુરમ જિલ્લામાં ભારે વરસાદના કારણે ખરાબ અસર થઈ છે.

|
Google Oneindia Gujarati News

ફરી એકવાર કેરળ પર કુદરતનો કહેર વરસી રહ્યો છે. એર્નાકુલમ, ત્રિસુર, પઠાણમિથિત, મલપ્પુરમ જિલ્લામાં ભારે વરસાદના કારણે ખરાબ અસર થઈ છે. રાતોરાત વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને દૈનિક જીવનને અસર પહોંચી છે. મલાપ્પુરમ અને કોઝિકોડને જોડતા મુખ્ય રસ્તાઓ પાણી ભરાવાના કારણે બંધ છે. 11 ઓગસ્ટ બપોરે 3 વાગ્યા સુધી બધા વિમાન કોચિ એરપોર્ટ પર સ્થગિત કરવામાં આવ્યા છે અને આજે પણ રાજ્યમાં ઘણી શાળા અને કોલેજો બંધ રાખવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદની કારણે 14 લોકો માર્યા ગયા છે.

કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગે કેરળના ઇડુક્કી, મલપ્પુરમ, કોઝિકોડમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે ત્રિસુર, પલક્કડ, વાયનાડ, કન્નુર અને કસરાગોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે કેરળના કાંઠાને અડીને આવેલા વિસ્તારોમાં પ્રતિ કલાક 40 થી 50 કિ.મી.ની ઝડપે પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી પવનની સંભાવના છે. જેને કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

વાયનાડમાં ભારે ભૂસ્ખલનની ખબર, 40 લોકો ગાયબ

ભારે વરસાદ અને ભૂસ્ખલનને જોતા 9 ઓગસ્ટે કેરળના ઉત્તરીય જિલ્લાઓમાં નવ જિલ્લાઓ માટે ચેતવણી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે કેરળના ઘણા ભાગોમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા હતા અને કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (કેડીએસએમએ) અનુસાર, કેરળના પૂરગ્રસ્ત વિસ્તારો અને રાજ્યભરમાં પૂરથી પ્રભાવિત લોકોમાંથી અત્યાર સુધીમાં 22,165 લોકોને સ્થળાંતર કરાયા છે. પ્રભાવિત લોકો માટે 315 કેમ્પોની સ્થાપના કરવામાં આવી છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર વાયનાડમાં ભારે ભૂસ્ખલનની ખબર છે. આ ભૂસ્ખલનમાં 40 લોકો ગાયબ થયાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

કટોકટી મદદ કરવામાં આવી રહી છે

મહેસૂલ મંત્રીએ કહ્યું કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં કટોકટી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. સરકારને ભોજન પુરૂ પાડવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને લોકોને ઘરે જ રહેવાનું પણ કહેવામાં આવ્યું છે.

10 ઓગસ્ટ માટે યલો એલર્ટ

10 ઓગસ્ટ માટે યલો એલર્ટ

વાયનાડ, મલપ્પુરમ, કન્નુર અને કસરગો જિલ્લામાં 10 ઓગસ્ટ માટે 'યલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. અહીં આવતા 24 કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો: કેરળમાં વરસાદે ફરીથી કહેર વર્તાવ્યો, ભૂસ્ખલનમાં 40 લોકો ગાયબ, 10ના મોત

English summary
Kerala Flood: Red alert in three districts, Cochin International Airport Closed till 11th August
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X