દોસ્તો સાથે મળી પ્રેમિકાની હત્યા કરી, લાશ દફનાવી છોડ વાવ્યા
કેરળના તિરુવનંતપુરમમાં હત્યાનો એક એવો કેસ સામે આવ્યો છે, જેને જાણીને કોઈ પણ હેરાન થઇ શકે છે.
કેરળના તિરુવનંતપુરમમાં હત્યાનો એક એવો કેસ સામે આવ્યો છે, જેને જાણીને કોઈ પણ હેરાન થઇ શકે છે. અહીં, રેખા મોલ નામની 30 વર્ષની મહિલાનું ખૂન કરવામાં આવ્યું હતું અને તેના શરીરને મીઠાથી આવરી લેવામાં આવ્યું હતું અને પછી જમીનમાં દફન કરીને તેના પર છોડ વાવી દીધા. આ કામ કોઈ બીજાએ નહીં પરંતુ મહિલાના પ્રેમી જ કર્યું છે. ગુરુવારે ત્રણ આરોપીઓમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે અને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ હજુ પણ બે આરોપીઓની શોધ કરી રહી છે.

આરોપીના ઘરની પાસે મહિલાની લાશ મળી
પોલીસે તિરુવનંતપુરમથી 40 કિલોમીટર દૂર પુવરમાં અખિલ નાયર નામના મુખ્ય આરોપી પાસે બુધવારે મહિલાની લાશ શોધી કાઢી. આર્મીનો જવાન અખિલ દિલ્હીમાં તેનાત છે. આ હત્યામાં, તેમના ભાઈ રાહુલ અને મિત્ર આદર્શ સંકળાયેલા હતા. નાદારમાં રહેતી ખ્રિસ્તી પરિવારની મહિલા રેખાની હત્યા ખરેખર અખિલથી બગડેલા સંબધંને કારણે થઇ.

અખીલે કોઈ બીજા સાથે સગાઇ કરી હતી
રેખા અને અખિલ થોડા સમય પહેલા રિલેશનમાં આવ્યા હતા પરંતુ હવે અખિલ આ સંબંધથી બહાર નીકળવા માંગતો હતો અને તેને કોઈ બીજી છોકરી સાથે સગાઇ પણ કરી લીધી હતી. પરંતુ રેખા આ સંબધં તોડવા માંગતી ના હતી અને અખિલ તેની જીદને કારણે પરેશાન થઇ ગયો હતો. 24 જૂને જયારે તે તિરુવનંતપુરમ થી પોતાના ઘરે એર્નાકુલમ પાછી ફરી રહી હતી, ત્યારે રસ્તાના અખિલ અને તેના મિત્રોએ તેને કારમાં બેસાડી લીધી.

સમજાવવાની કોશિશ કરી, નહીં માની ત્યારે મારી નાખી
અખિલ અને તેના મિત્રએ રેખાને કારમાં બેસાડીને સમજાવવાની કોશિશ કરી પરંતુ તે માની નહીં અને અખિલનો સાથે છોડવા તૈયાર ના હતી. તેને કારણે અખિલ અને આદર્શે તેની હત્યા કરી નાખી જયારે આદર્શ મહિલાનું ગળું દબાવી રહ્યો હતો ત્યારે અખીલે ગાડીની સ્પીડ વધારી દીધી, જેથી કોઈને તેનો અવાઝ ના આવે. આરોપીએ લાશને એવી રીતે દફન કરી અને તેના પર છોડ વાવ્યા જેથી કોઈને તેમના પર શંકા ના થાય. જયારે રેખાના પરિવારે તેના ગાયબ થવાની ફરિયાદ કરી ત્યારે પોલીસે તપાસ શરુ કરી અને આખો મામલો સામે આવી ગયો.
આ પણ વાંચો: જમીન વિવાદની તપાસ કરવા ગયેલા પોલીસકર્મીની મારી મારીને હત્યા












Click it and Unblock the Notifications
