For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરાલાના મંત્રીને પ્રેમિકાના પતિએ ધીબેડ્યા અને પછી...

|
Google Oneindia Gujarati News

k-b-ganesh-kumar
તિરુવંનંતપુરમ, 2 માર્ચ : પત્ની દ્વારા ઘરેલુ હિંસાની ફરિયાદ બાદ અભિનેતામાંથી નેતા બનેલા કેરળના વન અને પર્યાવરણ મંત્રી કે બી ગણેશ કુમારે સોમવારે રાત્રે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું. કુમારે પોતાની પત્ની પર તેમની સાથે મારપીટનો આરોપ લગાવી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. આ પહેલા અનૈતિક સંબંધોના કારણે ગણેશ કુમાર કથિત પ્રેમિકાના પતિના હાથે ધીબાઇ ચૂક્યા છે.

કુમારે પોતાના રાજીનામા બાદ જણાવ્યું કે સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ થઇ શકે તે માટે તેમણે તેમનું રાજીનામુ મુખ્યમંત્રી ઓમન ચાંડીને સોંપી દીધું છે. તપાસ બાદ બધી જ હકીકતો બહાર આવ જશે. હું સરકાર માટે કોઇ મુશ્કેલી ઉભી કરવા માંગતો નથી.

આ ફેમિલી ડ્રામાની શરૂઆત સોમવારે સવારે એ સમયે તઇ જ્યારે કુમારે તલાક માટે કોર્ટમાં અરજી દાખલ કરી. તેમણે પોતાની અરજીમાં લખ્યું કે તેમના પત્ની ડૉ. યામિની થકાચી તેમને હેરાન કરે છે અને તેમની મારપીટ કરે છે. આ વાતના પુરાવા રૂપે કુમારે કેટલાક ફોટો બતાવ્યા જેમાં તેમના મોઢા અને શરીર પર ઇજાઓ હતી.

તેમણે એમ પણ જણાવ્યું છે કે થકાચીએ તેમના વિરોધીઓ સાથે હાથ મિલાવી લીધા છે અને તેમને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું છે. હવે કોર્ટે આ કેસની સુનવણી 29 જૂને કરવાનો નિર્ણય લીધો છે. સાંજે થકાચીએ પોલીસ અને ચાંડી સમક્ષ કુમાર અંગે ઘરેલુ હિંસાની ફરિયાદ કરી. તેમણે જણાવ્યું કે કુમારના છેલ્લા 16 વર્ષથી તેમની મિત્ર સાથે અનૈતિક સંબંધો છે. તેઓ મને અવારનવાર મારે છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ 3 માર્ચે સમાચાર પત્રોમાં એક મંત્રીને તેમની પ્રેમિકાના પતિના હાથે ધોલાઇ થઇ હોવાના સમાચાર હતા. આ અંગે કોંગ્રેસના ચીફ વ્હીપ પી સી જ્યોર્જે ખુલાસો કર્યો હતો કે તે મંત્રી ગણેશ કુમાર જ હતા.

આ ઘટનાને પગલે પહેલેથી જ નારાજ ગણેશના પિતા અને કેરણલ કોંગ્રેસ (બી)ના અધ્યક્ષ બાલકૃષ્ણ પિલ્લઇએ પોતાના પુત્રને કેબિનેટમાંથી દૂર કરવા માટે ઓમન ચાંડીને દબાણ કર્યું હતું. 140 બેઠકોવાળી રાજ્ય વિધાનસભામાં 73 બેઠકો સાથે સરકાર ચલાવી રહેલા ચાંડી માટે ગણેશના રાજીનામા અંગે નિર્ણય લેવો મુશ્કેલ છે.

English summary
Kerala minister beaten by lover's Husband and than...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X