પાદરીએ નન ને કહ્યું, 'રેપ કેસ પાછો લઇ લો, બદલામાં જમીન અને મકાન અપાવીશ'

કેરળમાં એક નન સાથે રેપ અને યૌનશોષણ મામલે એક નવો ખુલાસો થયો છે, જેમાં એક પાદરી અને નન ના મિત્ર વચ્ચે વાતચીતનો એક ઓડિયો સામે આવ્યો છે.

કેરળમાં એક નન સાથે રેપ અને યૌનશોષણ મામલે એક નવો ખુલાસો થયો છે, જેમાં એક પાદરી અને નન ના મિત્ર વચ્ચે વાતચીતનો એક ઓડિયો સામે આવ્યો છે. જેમાં બિશપ વિરુદ્ધ રેપના મામલે નન પર સમજૂતી કરવાનો દબાવ બનાવવામાં આવી રહ્યો છે. પાદરી બિશપ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પાછી લેવા માટે કહી રહ્યો છે. જેમાં પાદરી કેસ પાછો નહીં લેવા પર થનારા ખતરા વિશે પણ જણાવે છે.

rape

વાતચીત દરમિયાન પાદરી જણાવે છે કે તેઓ કેસ પાછો લઇ લેશે તો બિશપ તેમની મદદ કરવા માટે તૈયાર છે. ઓડિયોમાં પાદરી ઘ્વારા પીડિતાને જમીન, મકાન અને સુરક્ષા આપવાની પણ રજૂઆત કરવામાં આવી. પરંતુ પાદરીના ઓફરનો નન ઘ્વારા સ્વીકાર નથી કરવામાં આવ્યો. આપણે જણાવી દઈએ જે નન ઘ્વારા જાલંધર બિશપ ફ્રેન્કો મુલલકાર પર વર્ષ 2014 થી 2016 દરમિયાન કુલ 13 વાર યૌનશોષણ કરવાનો આરોપ લગાવ્યો છે.

પોલીસ સામે નન ઘ્વારા બિશપ પર આરોપ લગાવતા જણાવવામાં આવ્યું કે 13 વાર તેનું યૌનશોષણ કરવામાં આવ્યું છે. જયારે બીજી બાજુ બિશપે પણ કેસ નોંધાવ્યો છે અને જણાવ્યું કે આ બધા જ આરોપ ખોટા છે. તેમને નન વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. પોલીસે જણાવ્યું કે બિશપે પહેલા કેસ નોંધાવ્યો છે અને આરોપ લગાવ્યો છે કે નન તેને યૌનશોષણ કેસમાં ફસાવવાની ધમકી આપી રહી છે. પરંતુ નન ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેને આ મામલો ચર્ચ પ્રશાશન સામે ઉઠાવ્યો હતો પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું ના હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X