આંધ્રમાં કોંગ્રેસને ઝટકો, કેશવ રાવ સાથે બે સાંસદોએ કોંગ્રેસનો સાથ છોડ્યો

જગન્નાથ અને વિવેકાનંદે કહ્યું હતું કે અમે પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. અમે લોકો ટીઆરએસના નેતૃત્વમાં ચાલી રહેલા તેલંગણા આંદોલન સાથે જોડાઇશું. કેશવરાવ પહેલાં જ કોંગ્રેસને ચેતાવણી આપી ચૂક્યાં છે જો તલંગણા રાજ્ય પર જલદી ફેંસલો ન થયો તો તે પાર્ટી છોડી દેશે.
ટીઆરએસ નેતા કેટી રામારાવે આ નિર્ણયનું સ્વાગત કરતાં કહ્યું હતું કે તેમને તે બધુ કરી બતાવ્યું છે કે જે પાર્ટી માટે કરી શકતા હતા. તેમને તેલંગણા મુદ્દે દરેક પ્રયત્નો કર્યા છે. જગન્નાથ અને વિવેકાનંદે કેશવ રાવની સાથે ટીઆરએસ જોઇન્ટ કરવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ કોંગ્રેસે કહ્યું છે કે તે નારાજ સાંસદો સાથે વાતચીત કરશે. તો બીજી તરફ નેતાઓનું રાજીનામું કોંગ્રેસની લોકોને દગો આપવાની ટેવ અને દેશને દગામાં રાખવાનું પરિણામ ગણાવ્યું હતું.












Click it and Unblock the Notifications
