Khan sir arrest : ખાન સરની સરની ધરપકડ કેમ કરાઈ? જાણો કેમ વિદ્યાર્થીઓએ સરકાર સામે મોરચો ખોલ્યો છે?
khan sir arrest : ભારતના સૌથી પ્રતિષ્ઠિત શિક્ષકોમાંથી એક ખાન સર સોશિયલ મીડિયાથી લઈને મીડિયા સુધી ચર્ચામાં છે.
અહેવાલો અનુસાર, પટના પોલીસે ખાન સરની 6 ડિસેમ્બરે મોડી રાત્રે ધરપકડ કરી છે. અહીં લોકો સવાલ કરી રહ્યાં છે કે ખાન સરની કેમ પોલીસે કેમ ધરપકડ કરી છે અને તેમના પર શું આરોપ છે?

જણાવી દઈએ કે, ખાન સરની બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) ઉમેદવારોના વિરોધ દરમિયાન પટના પોલીસે અટકાયત કરી છે. અટકાયત કર્યા પછી તેમને ટૂંક સમયમાં છોડી દેવાયા છે.
સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ લખ્યું કે ખાન સરની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ પટના પોલીસે આ વાતને નકારી છે.
બિહાર પબ્લિક સર્વિસ કમિશનના ઉમેદવારો અને વિદ્યાર્થીઓ પરીક્ષા પેટર્નમાં અપેક્ષિત ફેરફારો સામે પટનામાં વિરોધ કરી રહ્યા છે. ખાન સર વિદ્યાર્થીઓની માંગને સમર્થન આપી કહ્યી છે અને વિરોધમાં સામેલ પણ થયા હતા. વિરોધ કરી રહેલા ઘણા વિદ્યાર્થીઓની પણ પોલીસે અટકાયત કરી છે.
ખાન સર બિહાર પબ્લિક સર્વિસ કમિશનની પ્રારંભિક પરીક્ષાના સામાન્યકરણ ના મુદ્દા પર શુક્રવારે સાંજે વિરોધ પ્રદર્શનમાં સિવિલ સર્વિસના ઉમેદવારો સાથે જોડાયા હતા. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓની માંગણીઓ પૂરી થવી જોઈએ.
વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ માંગ છે કે BPSC પરીક્ષાઓ સામાન્યીકરણ પ્રક્રિયાને ટાળવા એક સિફ્ટ એક પેપર ફોર્મેટમાં લેવામાં આવે. BPSCના અધ્યક્ષ આરબી પરમાર લેખિત સૂચનામાં જાહેર કરે કે 13 ડિસેમ્બરે યોજાનારી પ્રારંભિક પરીક્ષામાં કોઈ સામાન્યીકરણ નહીં થાય.












Click it and Unblock the Notifications
