For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોર્ટે કહ્યું 15 દિવસ ઘરવાળીને આપો, 15 દિવસ બહારવાળીને આપો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ખંડવા, 2 ડિસેમ્બર: લિવ ઇન રિલેશનશિપના મુદ્દે ગત અઠવાડિયે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ ના તો પાપ છે અને ના તો ગુનો, તો સ્પષ્ટ છે કે નિચલી કોર્ટ કેવી રીતે તેના પર મનાઇ કરી શકે. જો કે જ્યારે લિવ ઇન રિલેશનશિપનો કેસ આવ્યો, તો અજીબોગરીબ ચૂકાદો કોર્ટે સંભળાવી દિધો. ખંડવાની એક કોર્ટે કહ્યું કે જો કોઇ પરિણિત પુરૂષની લિવ ઇન પાર્ટનર છે, તો તે પોતાની પત્ની અને લિવ ઇન પાર્ટનરને બરાબરનો સમય આપે.

મહારાષ્ટ્રના આ જિલ્લાની લોક અદાલતના જજ ગંગા ચરણ દુબેએ ઓમકારેશ્વર નામના વિજળી વિભાગના નિવૃત કર્મચારીના કેસમાં વિચિત્ર ચૂકાદો સંભળાવ્યો. ઓમકારેશ્વરના ઘરમાં ત્રણ રૂમ છે, જેમાં એકમાં તેમની પત્ની, બીજા રૂમમાં બાળકો અને ત્રીજા રૂમમાં તેમની લિવ ઇન પાર્ટનર રહે છે. વચલો રૂમ બાકીના રૂમ સાથે જોડાયેલો છે. રોજ-રોજ ઘરમાં કડાકુટ થવા લાગી. આવું છેલ્લા બે વર્ષોથી ચાલી રહ્યું હતું. રોજ રોજના ઝઘડાથી કંટાળીને ઓમકારેશ્વરની પત્નીએ કોર્ટમાં કેસ દાખલ કરી દિધો. પત્નીએ આરોપ લગાવ્યો કે ઓમકારેશ્વર મોટાભાગનો સમય લિવ ઇન પાર્ટનર સાથે વિતાવે છે.

live-in-partner-and-wife-600

ડેક્કન ક્રોનિકલમાં પ્રકાશિત સમાચાર અનુસાર કેસની સુનાવણીમાં જજે બંને પક્ષને સાંભળ્યા અને જાણવા મળ્યું કે જ્યારે બંનેની પુરી સહમતિ છે તો લિવ ઇન રિલેશનશિપમાં રાખવો કોઇ ગુનો નથી. ક્યાંક ને ક્યાંક પત્નીને પણ પોતાના ઘરમાં સોતન સમાન મહિલાને રાખવામાં વાંધો જણાતો નથી, જો કે કોર્ટે ઓમકારેશ્વરને આદેશ આપ્યો કે તે પોતાની પત્ની અને લિવ ઇન પાર્ટનરને બરાબરનો સમય આપે. એટલે કે મહિનાના 15 દિવસ પોતાની ઘરવાળીની સાથે રહે અને બાકીના 15 દિવસ બહારવાળી સાથે.

English summary
While hearing on a case Lok Adalat of Khandwa ordered a man to spend equal time with his wife and live-in partner.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X