પીએમ મોદીને ઝેરીલો સાપ કહેવા મુદ્દે ખડગેની સ્પષ્ટતા, જાણો શું કહ્યું?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને ઝેરીલો સાપ કહ્યાં બાદ રાજનીતિ ગરમાઈ છે. બીજેપીના નેતાઓ તેમના આ નિવેદન મુદ્દે સતત સ્પષ્ટતા કરી રહ્યા છે. જો કે હવે મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે.
આ મુદ્દે સ્પષ્ટતા કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, તેમણે કોઈ વ્યક્તિ પર ટિપ્પણી કરી નથી અને ન તો તે આવું કરવાનો ઈરાદો હતો. જણાવી દઈએ કે, કર્ણાટકમાં ચૂંટણી રેલી દરમિયાન પીએમ મોદીને ઝેરી સાપ કહેવાનો આરોપ છે. તેમના નિવેદનને કારણે બીજેપી આક્રમક રીતે પ્રહારો કરી રહી છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણી પર સ્પષ્ટતા કરતા કહ્યું કે, જો મારા નિવેદનથી કોઈને દુઃખ પહોંચ્યું હોય, તેનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હોય કે તેનાથી કોઈ નારાજ થયું હોય તો હું તેની ખાસ નોંધ લઈશ અને ખેદ વ્યક્ત કરીશ.
ખડગેએ કહ્યું કે, અમારી વચ્ચે વૈચારિક મતભેદ છે. આરએસએસ-બીજેપીની વિચારધારા ઝેરી છે. પરંતુ તેમણે તેની સરખામણી વડાપ્રધાન સાથે કરી અને દાવો કર્યો કે મેં તેમના પર ટિપ્પણી કરી છે. કોઈ વ્યક્તિ વિરુદ્ધ બોલવાનો કે કોઈને દુઃખ પહોંચાડવાનો મારો ઈરાદો ક્યારેય નહોતો.
#Correction | If my statement has hurt anyone, if it was misconstrued and distressed anyone, I will express special regret for it: Congress President Mallikarjun Kharge
— ANI (@ANI) April 27, 2023
(file pic) pic.twitter.com/XfjxK66B4c
અહીં તમને જણાવી દઈએ કે, મલ્લિકાર્જુન ખડગેના નિવેદન બાદ સતત વિવાદ વધી રહ્યો હતો અને બીજેપીના નેતાઓ તેમના પર આકરા પ્રહારો કરી રહ્યા હતા. હવે તેમને ખુલાસો કરી દીધો છે.












Click it and Unblock the Notifications
