For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિંગફિશર એરલાઇન્સનું ફ્લાઇંગ લાઇસન્સ રદ

|
Google Oneindia Gujarati News

kingfisher flight land
નવીદિલ્હી, 20 ઑક્ટોબરઃ અમદાવાદમાંથી પકડાયેલા આઇએસઆઇ એજન્ટ દ્વારા વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે,આઇ.એસ.આઇ એજન્ટ સિરાઝુદ્દીનને પાકિસ્તાન મોકલનાર વ્યક્તિ ભૂજમાંથી ગુમ થયો છે. સિરાઝુદ્દીનની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કર્યાની જાણ થતાં જ ભૂજનો આ શખ્સ નાસી છુટ્યો છે.

પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, સિરાઝુદ્દીનના મોબાઇલ ડિટેઇલ્સ આધારે પોલીસે તપાસ હાથ ધરી. જેમાં અમદાવાદ અને ભૂજ કેન્ટોનમેન્ટના આર્મીના સ્ટાફ તથા સિવિલિયનોના નામ બહાર આવ્યા. તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે, સિરાઝુદ્દીન સાથે અવારનવાર વાતો કરનાર એક શખ્સ ગુમ છે. આ શખ્સ સિરાઝુદ્દીનની ધરપકડનમા ટૂંક સમયમાં જ ગાયબ થતાં પોલીસની શંકા વધું મજબૂત બની હતી. પોલીસે આ વ્યક્તિની વિશેષ માહિતી જાણવા માટે સિરાઝુદ્દીનની સઘન પુછપરછ હાથ ધરી હતી.

જેમાં પોલીસે મળેલી માહિતી અનુસાર ગુમ થયેલા શખ્સે સિરાઝુદીનને પાકિસ્તાન, તાન્ઝાનિયા અને યુગાન્ડા જવા માટેના રૃપિયા આપ્યા હતા. અમદાવાદમાંથી પકડાયેલા આઈ.એસ.આઈ. એજન્ટ સિરાઝુદ્દીનનો દોરીસંચાર સરહદી જિલ્લા કચ્છના ભૂજની એક વગદાર વ્યક્તિના હાથમાં હોવાની આશંકા મજબૂત બની છે. ભૂજનો આ શખ્સ પકડાય તો ચોંકાવનારાં તથ્યો ખૂલવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

English summary
Facing the strike of employees, there is no good news for Kingfisher, now its flying licence has been cancelled.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X