ભગવો ધારણ કરતા જ કિરણ બેદીએ કર્યા RSSના વખાણ
નવી દિલ્હી, 22 જાન્યુઆરી: દિલ્હીમાં ભાજપના મુખ્યમંત્રી પદની દાવેદારી સંભાળતા જ અણ્ણા આંદોલનની સમર્થક અને તેમની જૂની સાથી કિરણ બેદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાયલ બની ગઇ છે. કિરણ બેદીએ સંઘને અત્યંત રાષ્ટ્રવાદી સંગઠન ગણાવતા જણાવ્યું કે તેણે ભારતને એક રાખ્યું છે.

કિરણે સંઘના વખાણની સાથે જ પોતાના જૂના સાથી અરવિંદ કેજરીવાલ પર હુમલો કર્યો હતો. કિરણે જણાવ્યું કે રાજપથ પર કેજરીવાલના વિરોધ પ્રદર્શન બાદ જ તેમણે દિલ્હીને ટકરાવની રાજનીતિથી બચાવવા રાજનીતિમાં આવવાનું વિચાર્યું. કિરણ બેદીએ જણાવ્યું કે મારું રાજનીતિમાં આવવાનું કારણ દિલ્હી છે. કેજરીવાલની સાથે ચર્ચાના મુદ્દાને નહીં સ્વીકારવા પર તેમણે જણાવ્યું કે આ કોઇ પડકાર નથી. આ માત્ર એક નાટક છે, અને હું કોઇ નાટકનો ભાગ નથી બનવા માંગતી.












Click it and Unblock the Notifications
