કેન્સર સામે લડ્યા બાદ નાના પડદા પર વાપસી કરવા તૈયાર કિરણ ખેર, આ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળશે
કિરણ ખેરને બ્લડ કેન્સર હોવાનું નિદાન થયું હતું, ત્યારબાદ તેણીની સારવાર ચાલી રહી હતી અને તે બેડ રેસ્ટ પર હતી. તેના પતિ અનુપમ ખેરે માહિતી આપી હતી કે, તે મલ્ટીપલ માયલોમા (એક પ્રકારનું કેન્સર) થી પીડિત છે.
મુંબઈ : પીઢ અભિનેત્રી કિરણ ખેર લાંબા સમય બાદ ટીવી પર કમબેક કરવા માટે તૈયાર છે. આ વર્ષની શરૂઆતમાં કિરણ ખેરને બ્લડ કેન્સર હોવાનું નિદાન થયું હતું, ત્યારબાદ તેણીની સારવાર ચાલી રહી હતી અને તે બેડ રેસ્ટ પર હતી.
કિરણ ખેરના પતિ અનુપમ ખેરે માહિતી આપી હતી કે, તે મલ્ટીપલ માયલોમા (એક પ્રકારનું કેન્સર) થી પીડિત છે. આ સિવાય તેનો પુત્ર સિકંદર સમયાંતરે સોશિયલ મીડિયા પર તેની તબિયત વિશે અપડેટ કરતો રહે છે, પરંતુ હવે કિરણ ખેર ફરી એકવાર નાના પડદા પર વાપસી કરવા માટે તૈયાર છે.

આ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળશે કિરણ ખેર
કિરણ ખેર શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ સિઝન 9માં જજની ભૂમિકામાં જોવા મળશે. આ શોમાં તેની સાથે જજ તરીકે શિલ્પા શેટ્ટી અને બાદશાહ પણ જોવા મળશે.
ઉલ્લેખીયછે કે, કિરણ વર્ષ 2009 થી આ શો સાથે જોડાયેલા છે. શોમાં વાપસી કરીને કિરણ ખૂબ જ ખુશ છે. પોતાની ખુશી વ્યક્ત કરતાં કિરણે કહ્યું, 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ હંમેશામારા દિલની નજીક છે.
આ પ્રખ્યાત ટેલેન્ટ રિયાલિટી શો સાથે મારું 9મું વર્ષ છે, જ્યુરી સભ્ય તરીકે પાછા ફરવું એ એક અદ્ભુત અનુભવ છે. જાણે હું ઘરે પાછી ફરી રહીછું.
વર્ષ-વર્ષે, ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ સમગ્ર દેશમાંથી વિવિધ અને અસાધારણ પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા અને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા માટે જાણીતું છે. મનેઆશ્ચર્ય થાય છે. કારણ કે, પ્રતિભાની ગુણવત્તા વધુ ને વધુ સારી થઈ રહી છે.

શોનો ભાગ બનવું મારા માટે ગર્વની ક્ષણ છે
કિરણે વધુમાં ઉમેર્યું કે, 'મારા માટે એક એવા શોનો ભાગ બનવું એ હંમેશા ગર્વની ક્ષણ રહી છે, જે દરેક વ્યક્તિને તેમની દુર્લભ પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મઆપીને સપનાને હકીકતમાં ફેરવવામાં મદદ કરે છે.
હું શિલ્પા શેટ્ટી કુંદ્રા અને અમારા પંજાબી મુંડા બાદશાહ સાથે શોને જજ કરવા માટે અત્યંતઉત્સાહિત છું.
સૌથી ઉપર હું આ શોનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું અને આ વર્ષે ભારતમાં શું છે, તે શોધવાની આ નવી સફર શરૂ કરવા માટે હું રાહ જોઈ શકતો નથી.

મલ્ટિપલ માયલોમા સામે લડી રહી છે કિરણ
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે એપ્રિલમાં તેમના પતિ અનુપમ ખેરે જણાવ્યું હતું કે, તેમની પત્ની કિરણ ખેર મલ્ટીપલ માયલોમાથી લડી રહી છે, જે એક પ્રકારનું કેન્સર છે.
ગયા મહિને કિરણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે સારું અનુભવી રહી છે. કિરણે ક્યારેય કામ કરવાનું બંધ કર્યું નથી. વધારે વાત કરતા કિરણે જણાવ્યું કે, હું જ્યારેહોસ્પિટલમાં હતી, ત્યારે પણ મેં કામ કરવાનું બંધ કર્યું ન હતું.
સારવાર દરમિયાન હું ફોન દ્વારા લોકોના સંપર્કમાં હતી. મેં તાજેતરમાં છત્તીસગઢમાં એક ઓક્સિજનપ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ મારા ડોક્ટરે મને મુસાફરી અને ખાસ કરીને પ્લેનમાં મુસાફરી કરવાની પરવાનગી આપી ન હતી.
જો કે, સારવારને કારણે મારીરોગપ્રતિકારક શક્તિ થોડી નબળી પડી ગઇ છે.

લોકોનો પ્રેમ જોઈને ખૂબ પ્રભાવિત છે કિરણ
કિરણે જણાવ્યું કે, લોકો તરફથી મને જે પ્રેમ મળ્યો તેનાથી હું ખૂબ જ પ્રભાવિત છું. તેઓ ખૂબ જ દયાળુ રહ્યા છે. મને તેમના તરફથી સતત મેસેજ મળી રહ્યા છે.
હુંસોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી પણ અનુપમજી મને આ વિશે કહેતા રહે છે. હું ભગવાન અને તેમના માટે આભારી છું.












Click it and Unblock the Notifications
