કીર્તિ આઝાદે કોંગ્રેસ છોડી, મમતા બેનર્જીની હાજરીમાં તૃણમુલ કોંગ્રેસમાં જોડાયા!

કોંગ્રેસને આજે મોટો ફટડો પડ્યો છે. પક્ષના વરિષ્ઠ નેતા કીર્તિ આઝાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં જોડાયા છે.

નવી દિલ્હી, 23 નવેમ્બર : કોંગ્રેસને આજે મોટો ફટડો પડ્યો છે. પક્ષના વરિષ્ઠ નેતા કીર્તિ આઝાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં જોડાયા છે. સીએમ મમતા બેનર્જી દિલ્હીના પ્રવાસે છે ત્યારે કીર્તિ આઝાદે તેમની હાજરીમાં ટીએમસીનું સભ્યપદ લીધું હતું. મમતા બેનર્જી અને કીર્તિ આઝાદની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં મમતા આઝાદનું ટીએમસીમાં સ્વાગત કરી રહી છે. જણાવી દઈએ કે કીર્તિ આઝાદ TMCમાં જોડાતાની સાથે જ આ તેમનો ત્રીજો રાજકીય પક્ષ બની ગયો છે, તેમણે કોંગ્રેસમાં જોડાતા પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરી હતી.

Kirti Azad

આ દરમિયાન કીર્તિ આઝાદે કહ્યું કે, મને એ કહેતા આનંદ થાય છે કે મમતા બેનર્જીના નેતૃત્વમાં હું દેશના વિકાસ માટે કામ કરીશ. આજે દેશને તેમના જેવા વ્યક્તિત્વની જરૂર છે જે દેશને સાચી દિશા આપી શકે. કહેવામાં આવી રહ્યું છે કે બિહારમાં કીર્તિ આઝાદના રૂપમાં મમતા બેનર્જી અને પાર્ટીને એક મોટો ચહેરો મળ્યો છે. કીર્તિ આઝાદના પિતા પણ બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા તે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. ભાજપ છોડવાનું કારણ તેમની અને અરુણ જેટલી વચ્ચેનો વિવાદ હોવાનું કહેવાય છે. ગત લોકસભા ચૂંટણીમાં કીર્તિ આઝાદે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી પરંતુ તે જીતી શક્યા ન હતા. તાજેતરમાં તેમને દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવાની વાત થઈ હતી પરંતુ એવું થયુ નથી.

કીર્તિ આઝાદના કોંગ્રેસથી અલગ થવાનું આ એક મોટું કારણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, સૂત્રોના જણાવ્યા અનુસાર, તે પાર્ટીમાં ઉપેક્ષા અનુભવવા લાગ્યા હતા. હવે તેમને ટીએમસીમાં પોતાની રાજકીય કારકિર્દી નવેસરથી શરૂ કરી હતી. જણાવી દઈએ કે કીર્તિ આઝાદ બિહારમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભાગવત ઝા આઝાદના પુત્ર છે. કીર્તિ આઝાદ દિલ્હીથી એક વખત ધારાસભ્ય અને દરભંગાથી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભાગ લેનાર કીર્તિ આઝાદ 26 વર્ષ સુધી ભાજપમાં રહ્યા, તેઓ લગભગ 3 વર્ષથી કોંગ્રેસી હતા. ઉલ્લેખનિય છે કે મતતા બેનર્જી હવે તૃણમુલ કોંગ્રેસને રાષ્ટ્રિય કક્ષાએ લઈ જવા માટે મહેનત કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X