For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 વર્ષમાં કેટલી વધી દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલની સંપત્તિ? જાણો

અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં પોતાની સંપત્તિની વિગતો આપી છે. આવો જાણીએ કે પાંચ વર્ષમાં દિલ્લીના મુખ્યમંત્રીન સંપત્તિમાં કેટલો વધારો થયો છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નામાંકનના છેલ્લા દિવસે પોતાનુ ફોર્મ ભર્યુ. જો કે આના માટે તેમને લગભગ સાત કલાક રાહ જોવી પડી. નામાંકનના છેલ્લા દિવસે ઘણા ઉમેદવારો પહોંચવાના કારણે નામાંકન કેન્દ્ર પર ટોકન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલને લગભગ 7 કલાક સુધી રાહ જોવી પડી હતી. વળી, અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં પોતાની સંપત્તિની વિગતો આપી છે. આવો જાણીએ કે પાંચ વર્ષમાં દિલ્લીના મુખ્યમંત્રીન સંપત્તિમાં કેટલો વધારો થયો છે.

2015માં અરવિંદ કેજરીવાલન સંપત્તિ 2.1 કરોડ હતી

2015માં અરવિંદ કેજરીવાલન સંપત્તિ 2.1 કરોડ હતી

નામાંકન દરમિયાન ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે વર્ષ 2015થી તેમની સંપત્તિમાં 1.3 કરોડ રૂપિયાનો વધારો થયો છે. સોગંદનામા મુજબ વર્ષ 2015માં અરવિંદ કેજરીવાલની સંપત્તિ 2.1 કરોડ હતી, જ્યારે અત્યારે તેમની પાસે 3.4 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આમાં જણાવવામાં આવ્યુ છે કે તેમની પાસે જે અચળ સંપત્તિ છે તેની માર્કેટ વેલ્યુમાં વધારો થયો છે.

સંપત્તિમાં 1.3 કરોડ રૂપિયાનો વધારો

સંપત્તિમાં 1.3 કરોડ રૂપિયાનો વધારો

અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ પાસે 2015માં રોકડ અને જમા (એફડી) 15 લાખ રૂપિયા હતી, જે વર્ષ 2020માં વધીને 57 લાખ રૂપિયા થઈ ગઈ છે. પાર્ટીના એક પદાધિકારીએ જણાવ્યુ કે વીઆરએસ તરીકે સુનીતા કેજરીવાલને 32 લાખ રૂપિયા અને એફડી મળ્યા બાકી તેમની બચતના પૈસા છે. વળી, સીએમ કેજરીવાલ પાસે રોકડ અને એફડી 2015માં 2.26 લાખ રૂપિયા હતા જે 2020માં વધીને 9.65 લાખ થઈ ગયા છે.

પત્નીની અચળ સંપત્તિમાં કોઈ ફેરફાર નહિ

પત્નીની અચળ સંપત્તિમાં કોઈ ફેરફાર નહિ

સુનીતા કેજરીવાલની અચળ સંપત્તિમાં કોઈ ફેરફાર નથી થયો. જો કે અરવિંદ કેજરીવાલની અચળ સંપત્તિ 92 લાખ રૂપિયાથી વધીને 1.77 કરોડ થઈ ગઈ છે. પાર્ટીના પદાધિકારીઓના જણાવ્યા મુજબ વર્ષ 2015માં કેજરીવાલની જેટલી અચળ સંપત્તિ હતી, તેના ભાવમાં વધારાના કારણે આ વધારો થયો છે. અરવિંદ કેજરીવાલ નવી દિલ્લી વિધાનસભા સીટથી ઉમેદવાર છે. તેમની સામે ભાજપના સુનીલ યાદવને જ્યારે કોંગ્રેસે રોમેશ સભરવાલને મેદાનમાં ઉતાર્યા છે.

નામાંકન ભરવામાં વિલંબ બાદ ગરમાયુ હતુ રાજકારણ

નામાંકન ભરવામાં વિલંબ બાદ ગરમાયુ હતુ રાજકારણ

નામાંકનના છેલ્લા દિવસે મંગળવારે કેજરીવાલ બપોરે 12 વાગે કરીમ જામનગર હાઉસમાં નામાંકન કેન્દ્ર પહોંચ્યા હતા. ત્યાં પહેલેથી જ તમામ અપક્ષ ઉમેદવાર પોતાના વારાની જોઈ રહ્યા હતા. તેમને ચૂંટણી અધિકારીએ 45 નંબરની ટોકન આપી. કેજરીવાલને અહીં કલાકો સુધી રાહ જોવી પડી જેના માટે આપે ભાજપ પર નિશાન સાધ્યુ હતુ. વળી, આ સમગ્ર બાબતે જિલ્લા ચૂંટણી અધિકારીએ નિવેદન જારી કર્યુ. આમાં કહેવામાં આવ્યુ કે, તેમા કાર્યાલયને સોશિયલ મીડિયાના માધ્યમથી અમુક માહિતી મળી છે જેમાં રિટર્નિંગ અધિકારી(આરઓ) દ્વારા સીએમ અરવિંદ કેજરીવાલના નામાંકનમાં જાણીજોઈને વિલંબ કરવાની વાત કહેવામાં આવી રહી છે. તેમણે કહ્યુ કે ઉપરોક્ત માહિતી ભ્રામક છે અને ચૂંટણી મશીનરી તરફથી જાણીજોઈને વિલંબ થયો નથી. ઉમેદવારોના નામાંકન ભરતી વખતે રિટર્નિંગ ઑફિસરને અમુક પ્રક્રિયાઓનુ પાલ કરવુ પડે છે.

8 ફેબ્રુઆરીના રોજ છે દિલ્લીમાં મતદાન

8 ફેબ્રુઆરીના રોજ છે દિલ્લીમાં મતદાન

આ પહેલા અરવિંદ કેજરીવાલ સોમવારે પોતાનુ નામાંકન ભરી શક્યા નહોતા. અરવિંદ કેજરીવાલને નામાંકન માટે 3 વાગ્યા સુધી એસડીએમ કાર્યાલય પહોંચવાનુ હતુ પરંતુ રોડ શો કરીને નામાંકન માટે જઈ રહેલા કેજરીવાલ સમય પર પહોંચી શક્યા નહોતા. તમને જણાવી દઈએ કે દિલ્લી વિધાનસભા ચૂંટણી 2020 માટે નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી હતી. બધી 70 સીટો પર 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે અને 11 ફેબ્રુઆરીના રોજ પરિણામો આવશે. વર્ષ 2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટી જીત મળી હતી. આમ આદમી પાર્ટીએ 67 સીટો પર જીત મેળવી હતી જ્યરે ભાજપને ત્રણ સીટો જ મળી હતી.

આ પણ વાંચોઃ ધૂમ્મસનો પ્રકોપ યથાવત, વિઝિબિલીટી 50 મીટરથી ઓછી, 22 ટ્રેનો લેટ, પારો 8 ડિગ્રીઆ પણ વાંચોઃ ધૂમ્મસનો પ્રકોપ યથાવત, વિઝિબિલીટી 50 મીટરથી ઓછી, 22 ટ્રેનો લેટ, પારો 8 ડિગ્રી

English summary
know about arvind kejriwal's assets which increased up rs 1.3 crore from 2015, reveals election affidavit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X