ચાંદ ફતેહ કર્યા બાદ હવે ઈસરોની નજર શુક્ર તરફ, જાણો ભારતના પહેલા શુક્ર મિશન વિશે તમામ બાબતો
ભારતે ચંદ્ર પર સફળતાપુર્વક લેન્ડિંગ કરીને દુનિયાને ચૌકાવી દીધી છે. ઈસરોએ આ ઉપલબ્ધિ બાદ હવે સુર્ય અને શુક્ર તરફ પોતાની દ્રષ્ટિ ફેરવી છે. ઈસરો બહુ જલ્દી શુક્રના રાઝ ખોલવા માટે શુક્ર મિશનની તૈયારી કરી રહ્યું છે.

શું છે ભારતનું શુક્ર મિશન?
ચંદ્રયાનની સફળતા બાદ પીએમ મોદીએ પોતાના ભાષણમાં શુક્ર મિશનનો ઉલ્લેખ કર્યો હતો. અહેવાલો અનુસાર, ઈસરોના વૈજ્ઞાનિકો શુક્ર પર સંશોધન કરવા ઈચ્છે છે અને આના માટે તેમણે શુક્ર ઓર્બિટર મિશન તૈયાર કર્યું છે. માત્ર ઈસરો જ નહીં નાસા પણ તેના પર સંશોધન કરવા માંગે છે.
લોકોના ધ્યાનમાં શુક્ર મિશનની વાત ચંદ્રયાનની સફળતા બાદ આવી. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ મિશન પર 2017 થી જ કામ ચાલી રહ્યું છે. આ મિશન માટે કોન્સેપ્ટ 2012માં જ બનાવી દેવાયો હતો.
ક્યારે લોંચ થશે?
ઈસરોના વૈજ્ઞાનિકો લાંબા સમયથી વિનસ ઓર્બિટર મિશન પર કામ કરી રહ્યા છે. આ મિશન દ્વારા વૈજ્ઞાનિકો શુક્રના વાતાવરણની કેમેસ્ટ્રી, તેની ગતિશીલતા અને માળખાકીય વિવિધતાઓ તેમજ સૌર કિરણોત્સર્ગ અને સૌર પવનની અસરો પર સંશોધન કરી રહ્યા છે.
નિષ્ણાતો અનુસાર, ઈસરો આ મિશન 2026 અને 2028ની વચ્ચે લોન્ચ કરી શકે છે. આવુ એટલા માટે કારણ કે શુક્ર માટે યોગ્ય પ્રક્ષેપણ વિન્ડો 19 મહિનામાં એકવાર આવે છે.
જણાવી દઈએ કે, ચંદ્રયાન-3નું ચંદ્રની ધરતી પર સફળ લેન્ડિંગ થતાં જ હવે દુનિયાની નજર ભારતના આવનારા મિશન પર છે. અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશો ચંદ્ર પર ઉતરી ચૂક્યા છે પરંતુ વિશ્વનો કોઈ દેશ જ્યાં પહોંચી શક્યો નથી ત્યાં ભારત ઉતર્યું છે.












Click it and Unblock the Notifications
