જાણી લો દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું ભાડું, કેટલી હશે ટિકિટની કિંમત? રેલવે મંત્રીએ આપ્યો જવાબ
મુંબઈ અને અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ ચાલી રહી છે. તાજેતરમાં, રેલવેએ આ પ્રોજેક્ટ સાથે સંબંધિત પ્રગતિ અહેવાલ સામાન્ય લોકો સાથે શેર કર્યો હતો.
મુંબઈ અને અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ ચાલી રહી છે. તાજેતરમાં, રેલવેએ આ પ્રોજેક્ટ સાથે સંબંધિત પ્રગતિ અહેવાલ સામાન્ય લોકો સાથે શેર કર્યો હતો. આ દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, અત્યાર સુધીમાં 162 કિમી પાઈલાઇનિંગનું કામ અને 79.2 કિમી પિયરનું કામ પૂર્ણ થઈ ગયું છે.

2026 સુધીમાં પાટા પર દોડવાની અપેક્ષા
દેશની પ્રથમ બુલેટ ટ્રેનની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે 2026 સુધીમાં પાટા પર દોડવાની અપેક્ષા છે. મહારાષ્ટ્રમાં જમીનસંપાદન પૂર્ણ ન થવાને કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ અટકી ગયું છે.

ભાડા અંગે કોઈ અંતિમ નિર્ણય નહીં
તાજેતરમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મુસાફરોની સુવિધાઓ પર સતત કામ કરવામાં આવી રહ્યું છે. સરકારે આ દિશામાં ઘણા પગલાં લીધા છે, તેના પરિણામો પણ આવવા લાગ્યા છે. આ દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેનના ભાડા અંગે ઈશારો કર્યો હતો. જોકે, તેમણે કહ્યું કે, ભાડા અંગે હજૂ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ તે લોકો ચૂકવી શકાય તેટલું હશે.

બુલેટ ટ્રેનનું ભાડું ફ્લાઇટ કરતાં ઓછું હશે
તેમણે જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેનના ભાડા માટે ફર્સ્ટ એસીને આધાર બનાવવામાં આવી રહ્યો છે, જે બહુ વધારે નથી. જેના પરથી અનુમાનલગાવવામાં આવી રહ્યું છે કે, બુલેટ ટ્રેનનું ભાડું ફર્સ્ટ એસી જેટલું હશે.
રેલવે મંત્રીએ એમ પણ કહ્યું કે, બુલેટ ટ્રેનનું ભાડું ફ્લાઈટના ભાડાકરતા ઓછું હશે અને તેમાં સુવિધાઓ સારી હશે. જોકે, તેમણે જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ જ ભાડું નક્કી કરવામાં આવશે.

508 કિલોમીટરના અંતરમાં કુલ 12 સ્ટેશન હશે
બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને પણ સરકાર ઘણી ગંભીર છે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ બીજા રૂટ પર હાઈસ્પીડરેલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિલોમીટરના અંતરમાં કુલ 12 સ્ટેશન હશે.












Click it and Unblock the Notifications
