For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો વાહનનું ઈ-ચાલાન ભરવામાં મોડું કર્યું તો શુ થશે?

નવા મોટર વાહન અધિનિયમ લાગુ થયા પછી ટ્રાફિક નિયમોના ભંગ બદલ દેશના વિવિધ રાજ્યોમાં જંગી દંડ વસૂલવામાં આવી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવા મોટર વાહન અધિનિયમ લાગુ થયા પછી ટ્રાફિક નિયમોના ભંગ બદલ દેશના વિવિધ રાજ્યોમાં જંગી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. એક વાહનમાંથી અત્યાર સુધીમાં 86,500 રૂપિયાનું જંગી ચાલાન કાપવામાં આવ્યું છે. આવા કેસોમાં ટ્રાફિકના નિયમો તોડવા તેમજ કાર સાથે સંબંધિત જરૂરી દસ્તાવેજો ન હોવા બદલ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. હરિયાણા અને ઓડિશામાં અત્યાર સુધીમાં સૌથી મોટા ચાલનો કાપવામાં આવ્યા છે. તે જ સમયે, ઘણા લોકો પાસે તેમનું વાહનનું ઇ-ચાલાન થઇ ચૂક્યું છે, પરંતુ તેઓ તેના વિશે જાણતા નથી. જો તમારે ઇ-ચાલાન ભરવામાં વિલંબ થયો હોય અથવા તમે ઇ-ચાલાન ભર્યા ન હોય તો તેવી સ્થિતિમાં શુ થશે તે અહીં જાણો.

ઇ-ચાલાન વિશે મોડેથી ખબર પડે છે

ઇ-ચાલાન વિશે મોડેથી ખબર પડે છે

ઘણી વખત લોકોને 8-10 દિવસ પછી ખબર પડે છે કે તેમના વાહનનું ઈ-ચાલાન કાપવામાં આવ્યું છે. આ પછી, વાહનના ઈ-ચાલાન વિશેની માહિતી તમારા નોંધાયેલા સરનામાં પર કાપવામાં આવે છે. માની લો કે તમે તે સરનામે નથી અથવા તમારું સરનામું બદલાયું છે અને કોઈક રીતે તમારું ચલણ નિયત તારીખમાં રજૂ કરાયું નથી, તો તમને દોષી માનવામાં આવશે અને સમન્સ આવશે. અદાલતમાં, તમને કાયદો તોડવા માટે દોષી માનવામાં આવશે, જેના આધારે તમારે તમારો જવાબ આપવો પડશે.

ચાલાન ભરવામાં મોડું ના કરો

ચાલાન ભરવામાં મોડું ના કરો

જો ઉપરોક્ત વ્યક્તિ આ પછી પણ ચાલાન ચૂકવશે નહીં અથવા સમન્સ બાદ કોર્ટમાં હાજર નહીં થાય, તો તેનું લાઇસન્સ રદ કરવામાં આવશે અને તેની સાથે સાથે તેનું વાહન પણ જપ્ત કરી શકાય છે. નવા મોટર વાહન અધિનિયમ બાદ ટ્રાફિક નિયમોના ભંગ બદલ ભારે દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ટ્રાફિક પોલીસ પણ આ અંગે કડક છે. રસ્તાઓ અને હાઇવે પર કેમેરા છે. તમારી થોડી જ ભૂલ થવા પર તમારું ઈ-ચાલાન થઇ જાય છે

આવી રીતે ચેક કરો

આવી રીતે ચેક કરો

આ ચાલાન વેબસાઇટ પર તમારા નામે નોંધાય જાય છે. તેથી, તમે તમારા વાહનનું ઇ-ચાલાન તપાસ કરતા રહેજો. જો તમારા વાહનનું ઇ-ચાલાન કપાયું હોય, તો તરત જ તેને ભરો. તમારા નામે કોઈ ચાલાન છે કે નહીં તેની તપાસ કરવા માટે પરિવહન વિભાગની વેબસાઇટ https://echallan.parivahan.gov.in/index/accused-challan પર જાઓ અને વિગતો ભરો. જો તમને તમારા નામે 'No Challan Found' સંદેશ મળે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.

આ પણ વાંચો: સ્માર્ટફોનના સ્માર્ટ ઉપયોગથી તગડા ચલાનથી બચી શકો, જાણો કેવી રીતે

English summary
Know what happens if you delay in filling the e-chalan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X