
સ્માર્ટફોનના સ્માર્ટ ઉપયોગથી તગડા ચલાનથી બચી શકો, જાણો કેવી રીતે
નવી દિલ્હીઃ 1 સપ્ટેમ્બરથી પાંચ રાજ્યોને છોડી આખા દેશમાં મોટર વ્હીકલ સંશોધન કાનૂન 2019ના 63 પ્રાવધાનો લાગૂ કરી દેવામાં આવ્યાં છે. દરેક વાહન ચાલકોને માત્ર એક જ ડર સતાવી રહ્યો છે, તગડાં ચલાનનો. સૌકોઈ વાહનોનાં કાગળ સાથે લઈને ચાલી રહ્યું છે. એવામાં એક પણ પેપર ભૂલવું મોંઘું પડી શકે છે. તો અમે તમને એક એવો ઉપાય જણાવી રહ્યા છીએ જેના થકી તમારે એકપણ પેપર સાથે રાખવાની જરૂર નહિ પડે. જી હાં, હવે ડિજિટલ લૉકર તમારી બધી જ પરેશાનીઓ દૂર કરી મૂકશે. ડ્રાઈવિંગ લાઈસેન્સ અને વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ્સને ડીજી લોકરમાં રાખી શકાય છે બસ શરત એટલી કે તમે ડિજિટલ લોકર બનાવેલ હોવું જોઈએ.

સ્માર્ટફોનમાં ગમે ત્યાં ખોલો ડિજિટલ લૉકર
ડીજી લૉકરમાં નવાં ડૉક્યુમેન્ટ સિવાય જૂના કાગળો પણ અપલોડ કરી શકાય છે. જે બાદ તમે ગમે ત્યાંથી તમારા મોબાઈલ પર લૉક ખોલી તમારા દસ્તાવેજ સંબંધિત અધિકારી અથવા ચાલાનથી બચવા માટે તમારી આરસી અને ડ્રાઈવિંગ લાઈસેન્સ દેખાડી શકો છો. ડિજિટલ લૉકર બનાવવા પાછળ સરકારનો ઉદ્દેશ્ય પારદર્શિતાની સાથે કાગળની બચત કરવાનો પણ છે. ખાસ કરીને કોઈપણ દસ્તાવેજને એકથી વધુ જગ્યાએ માંગવા પર અલગ અલગ મોકલવાની જરૂરત નહિ પડે. માત્ર ડિજિટલ લૉકર માટે શેર કરવાથી જ કામ થઈ જશે.

જાણો શું છે ડિજિટલ લૉકર
ડિજિટલ લૉકર એક પ્રકારનું વર્ચ્યુઅલ લૉકર છે. આ સુવિધાને ખુદ પીએમ મોદીએ 4 વર્ષ પહેલા 2015માં લૉન્ચ કરી હતી. આ લૉકર પ્રત્યેક નાગરિકની આધાર સંખ્યા સાથે જોડાયેલ છે. ડિજિટલ લૉકરમાં ઈ-સાઈનની સુવિધા પણ છે. જેનો ઉપયોગ ડિજિટલ રૂપે હસ્તાક્ષર માટે કરવામાં આી શકે છે. એ અલગ વાત છે કે આની સાથે જોડાયેલ નિયમોને 2017માં નોટિફાઈ કરવામાં આવ્યા હતા. જે બાદ પરિવહન મંત્રાલય તરફતી કહેવામાં આવ્યું કે એકવાર લૉકરમાં તમારા ડૉક્યુમેન્ટ્સ અપલોડ કર્યા બાદ તેને તમે હંમેશા તમારી સાથે રાખવાની જરૂરત નથી હોતી. સંબંધિત અધિકારીઓ દ્વારા ડૉક્યુમેન્ટ્સ માંગવામાં આવે તો આ ડિજિટલ ડૉક્યુમેન્ટ્સથી કામ ચલાવી શકો છો. અધિકારીએ આને માન્યતા આપવી પડશે, કેમ કે સરકાર તેને માન્ય કરાવી ચૂકી છે.

કેવી રીતે બનાવવું ડીજી લૉકર
તમે પણ જો લૉકર ખોલવા માંગતા હોવ તો તે એકદમ સરળ છે, બસ તમારે digitallocker.gov.in પર લોગ ઈન કરવાનું રહેશે, જે બાદ તમારી આઈડી બનાવવાની રહેશે. જે બાદ તમારે આધાર કાર્ડ ઉમેરી દો. બાદમાં તમારી સાથે જોડાયેલ કેટલાક સવાલો પૂછવામાં આવશે જે બાદ તમારું એકાઉન્ટ બની જશે અને તે બાદ તમામ અંગત દસ્તાવેજ અપલલોડ કરી દો, જે હંમેશા માટે તેમાં સચવાયેલાં રહેશે. તમારું લોગ ઈન આઈડી અને પાસવર્ડ તમારો ખુદનો હોવો જોઈએ જેનાથી તમે આ અકાઉન્ટ ગમે ત્યાં ખોલી શકો.

ડીજી લોકરમાં કયાં કયાં ડૉક્યુમેન્ટ્સ રાખી શકાય?
- ડીજી લૉકરે UIDAI સાથે ભાગીદારી કરી છે જેથી આધાર કાર્ડ નંબર તેમાં રાખી શકાય. ડિજિટલ આધારનું મહત્વ પણ ઈ-આધાર બરાબર જ છે.
- ડીજી લૉકર ક્લાઉડ બેઝ્ડ પ્લેટફોર્મ છે જ્યાં તમે તમારાં બધાં ડૉક્યુમેન્ટ રાખી શકો છો. આ પ્લેટફોર્મ ડિજિલૉકરમાં ડ્રાઈવિંગ લાઈસેન્સ અને વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ રાખી શકો છો.
- ડીજી લૉકરમાં યૂઝર્સ પાન કાર્ડ પણ સેવ કરી શકે છે. જરૂરત પડ્યે સબ્સક્રાઈબર ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટથી રિયલ ટાઈમ પેન વેરિફિકેશન રેકોર્ડ દેખાડી શકે છે.
- ડીજી લૉકરની પાર્ટનરશિપ CBSE સાથે પણ છે. જેનો મતલબ કે તમે તમારી માર્કશીટ પણ આમાં રાખી શકો છો. આ માર્કશીટ રજિસ્ટર્ડ અને નોન-રજિસ્ટર્ડ સીબીએસઈ સ્ટૂડેન્ટ એક્સેસ કરી શકે.