For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કયા રાજકીય પક્ષો મળે છે કેટલું કોર્પોરેટ ડોનેશન?

નાણાકીય વર્ષ 2019-20 માં, જ્યારે લોકસભાની ચૂંટણીઓ હાથ ધરવામાં આવી હતી, ત્યારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલ મુજબ રાજકીય પક્ષોને કોર્પોરેટ દાનના રૂપમાં 920 કરોડથી વધુ પ્રાપ્ત થયા હતા.

|
Google Oneindia Gujarati News

નાણાકીય વર્ષ 2019-20 માં, જ્યારે લોકસભાની ચૂંટણીઓ હાથ ધરવામાં આવી હતી, ત્યારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલ મુજબ રાજકીય પક્ષોને કોર્પોરેટ દાનના રૂપમાં 920 કરોડથી વધુ પ્રાપ્ત થયા હતા. અહેવાલમાં પાંચ રાષ્ટ્રીય પક્ષોને કોર્પોરેટ દાનનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

political party

ચૂંટણી બોન્ડ દ્વારા દાન હજૂ પણ ભાજપ અને કોંગ્રેસની કુલ આવકમાં સિંહફાળો ધરાવે છે

જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP), ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC), ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (AITC), નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP), અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માર્કસિસ્ટ) (CPM). નાણાકીય વર્ષ 2020માં સૌથી વધુ કોર્પોરેટ ડોનેશન મેળવનાર બીજેપી હતી, ત્યારબાદ INC અને NCP નો નંબર આવે છે. પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ એ બીજેપી અને આઈએનસીમાં ટોચનું યોગદાન આપનાર હતું. જે બાદ જનકલ્યાણ ઈલેક્ટોરલ ટ્રસ્ટ અને આઈટીસી લિમિટેડ આવે છે. નોંધનીય છે કે, ચૂંટણી બોન્ડ દ્વારા દાન હજૂ પણ ભાજપ અને કોંગ્રેસની કુલ આવકમાં સિંહફાળો ધરાવે છે.

ત્રણ રાષ્ટ્રીય પક્ષો - BJP, INC અને AITCની કુલ આવકમાં ચૂંટણી બોન્ડ સૌથી વધુ હિસ્સો ધરાવે છે.એનસીપીની કુલ આવકમાં કોર્પોરેટ દાનનો મોટો હિસ્સો છે.

બે રાષ્ટ્રીય પક્ષો (BJP અને INC) માટે ટોચના દાતા, પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે નાણાકીય વર્ષ 2020 માં કુલ 248 કરોડનું દાન આપ્યું હતું વર્ષોમાં સૌથી વધુ રાષ્ટ્રીય પક્ષોને નાણાકીય વર્ષ 20 માં કોર્પોરેટ્સ પાસેથી 920 કરોડથી વધુની આવક મળી હતી, જે છેલ્લા આઠ વર્ષમાં સૌથી વધુ છે. નાણાકીય વર્ષ 2020માં કોર્પોરેટ દાન જાણીતા સ્ત્રોતોમાંથી રાજકીય પક્ષોને કુલ યોગદાનના 91 ટકા હતા. જાણીતા સ્ત્રોતો 20,000 થી વધુનું દાન છે, જેની દાતાની વિગતો ભારતના ચૂંટણી પંચ પાસે ઉપલબ્ધ છે

પક્ષ મુજબ શેર

નાણાકીય વર્ષ 2020 માં પાંચ રાષ્ટ્રીય પક્ષો દ્વારા પ્રાપ્ત થયેલ કુલ કોર્પોરેટ દાન દર્શાવે છે. કોર્પોરેટ દાનના સૌથી વધુ પ્રાપ્તકર્તા, ભાજપને દાન કરાયેલી રકમ 720 કરોડ હતી.

નોંધ : વિશ્લેષણમાં બહુજન સમાજ પાર્ટીને ધ્યાનમાં લેવામાં આવી ન હતી. કારણ કે, પક્ષે જાહેર કર્યું હતું કે, તેને આ સમયગાળા દરમિયાન કોઈપણ દાતા પાસેથી 20,000 થી વધુ સ્વૈચ્છિક યોગદાન મળ્યું નથી. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ નાણાકીય વર્ષ 2019-20 માટે કોર્પોરેટ પાસેથી કોઈ આવક જાહેર કરી નથી

કોર્પોરેટ ખર્ચાઓ

રાષ્ટ્રીય પક્ષોના ટોચના ત્રણ કોર્પોરેટ દાતાઓને દર્શાવે છે. પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ ભાજપ અને આઈએનસી માટે ટોચના દાતા હતા.

English summary
know which political parties get how much corporate donation?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X