કોહલી-રોહિત શર્મામે T20 ટીમમાંથી બહારનો રસ્તો દેખાડાશે, જાણો કેમ?

થોડા દિવસો પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે હવે ટીમ આગામી T20 વર્લ્ડ કપ માટે તૈયાર થઈ રહી છે. ત્યારથી જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે હવે આ બંને બેટ્સમેનોની ટી-20 ટીમમાં પસંદગી નહીં થાય.

ટી20 વર્લ્ડ કપમાં ખરાબ હાર બાદ ભારતીય ટીમમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. હવે મળી રહેલા સમાચારોને સાચા માનીએ તો રોહિત શર્મા અને વિરાટ કોહલી T20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયામાં જગ્યા નહીં મળે. માહિતી અનુસાર રોહિત સર્મા અને વિરાટ કોહલીને T20 ટીમમાં પસંદ નહીં કરાય.

rohit sharma

અહીં તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે હવે ટીમ આગામી T20 વર્લ્ડ કપ માટે તૈયાર થઈ રહી છે. ત્યારથી જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે હવે આ બંને બેટ્સમેનોની ટી-20 ટીમમાં પસંદગી નહીં થાય.

હાલમાં જ શ્રીલંકા સામે રમાયેલી ટી-20 શ્રેણીમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની યુવા ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને સિરિઝને 2-1થી જીતી હતી. ટીમના આ પ્રદર્શનને જોતા હવે BCCI આ નિર્ણય લઈ શકે છે.

આ સમાચાર વચ્ચે રોહિત શર્માએ આજે જ ​​પ્રેસ કોન્ફરન્સમાં પોતાની T20 ઈન્ટરનેશનલ કરિયર વિશે એક મોટી વાત કહી હતી. તેણે કહ્યું હતું કે મેં હજુ સુધી T20 ફોર્મેટ છોડવાનો નિર્ણય લીધો નથી. રોહિતના આ નિવેદન બાદ T20ની ચર્ચાઓ ફરી તેજ થઈ ગઈ હતી. જો કે, ભારતીય T20 ટીમ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર સમચાર આવ્યા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X