Kolkata Doctor Case: 22 ઓગસ્ટે થશે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી, આજે CJI ચંદ્રચૂડે શું કહ્યુ?

SC Hearing Kolkata Doctor Murder Case Update: ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કોલકત્તા ડૉક્ટર બળાત્કાર અને હત્યા કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જો મહિલાઓ સુરક્ષિત રીતે કામ પર ન જઈ શકે, તો "આપણે તેમને સમાનતાથી વંચિત કરી રહ્યા છીએ". આ મામલામાં આગામી સુનાવણી હવે 22 ઓગસ્ટે થશે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે હાઇલાઇટ કર્યું હતું કે આ મુદ્દો હૉસ્પિટલમાં બનેલી એક બળાત્કારની ઘટનાથી પણ આગળ વધે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સમગ્ર ભારતમાં ડૉકટરોની સલામતી સુનિશ્ચિત કરવાની વ્યાપક પ્રણાલીગત સમસ્યા સાથે સંબંધિત છે.

CJI DY Chandrachud

તેમણે કહ્યુ, "આપણે જાણીએ છીએ કે તેઓ બધા ઇન્ટર્ન, રેસિડેન્ટ ડૉકટરો અને સૌથી અગત્યનું મહિલા ડૉકટરો છે. મોટાભાગના યુવા ડૉકટરો 36 કલાક કામ કરી રહ્યા છે. સલામત કામ કરવાની પરિસ્થિતિઓ સુનિશ્ચિત કરવા માટે આપણે એક રાષ્ટ્રીય પ્રોટોકોલ વિકસાવવો જોઈએ.''

તેમણે ઉમેર્યું, "જો મહિલાઓ કામ પર જવા માટે સક્ષમ નથી અને પરિસ્થિતિઓ સુરક્ષિત નથી, તો આપણે તેમને સમાનતાથી વંચિત રાખી રહ્યા છીએ." સર્વોચ્ચ અદાલતે રાજ્ય સંચાલિત આરજી કાર હોસ્પિટલમાં ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાને "ભયાનક" અને "ભયાવહ" ગણાવી હતી. તેમણે FIR દાખલ કરવામાં વિલંબ માટે પશ્ચિમ બંગાળ સરકારની ટીકા કરી. કોર્ટે દેશભરના તબીબી વ્યાવસાયિકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શિકા ઘડવા માટે રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરવાની દરખાસ્ત કરી છે.

કોર્ટે વિરોધ કરી રહેલા ડૉકટરોને કામ પર પાછા ફરવાની પણ અપીલ કરી હતી. કોર્ટે કહ્યું, "અમે ઈચ્છીએ છીએ કે તેઓ અમારા પર વિશ્વાસ કરે. તેમની સુરક્ષા અને સંરક્ષણ સર્વોચ્ચ રાષ્ટ્રીય ચિંતાનો વિષય છે." કોર્ટે એ વાત પર પણ ચિંતા વ્યક્ત કરી હતી કે પીડિતાનું નામ, તસવીરો અને વીડિયો મીડિયામાં દરેક જગ્યાએ ફેલાવવામાં આવી રહ્યા છે. CJI ચંદ્રચુડે કહ્યું કે પ્રિન્સિપાલે હત્યાને આત્મહત્યા બતાવવાનો પ્રયાસ કર્યો અને માતા-પિતાને લાશ જોવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

કોલકત્તાની સરકારી હૉસ્પિટલના સેમિનાર હોલમાં તાલીમાર્થી ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો કે તેની પર બળજબરી કરવામાં આવી હતી, જે જાતીય હુમલો દર્શાવે છે. હૉસ્પિટલમાં 36 કલાકની લાંબી શિફ્ટ દરમિયાન મહિલા આરામ કરવા માટે હોલમાં ગઈ હતી. આ ઘૃણાસ્પદ હત્યા માટે પોલીસે સંજય રૉય નામના નાગરિક સ્વયંસેવકની ધરપકડ કરી છે.

બળાત્કાર અને હત્યા પાછળ કોઈ મોટું કાવતરું છે કે કેમ તે જાણવા માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન હૉસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષની પૂછપરછ કરી રહ્યા છે. એજન્સીએ ડૉક્ટરને પૂછ્યું છે કે તેણે ત્રણ કલાકના વિલંબ પછી પીડિતાનો મૃતદેહ તેના માતાપિતાને કેમ બતાવ્યો.

આરજી કાર મેડિકલ કોલેજ અને હૉસ્પિટલમાં બળાત્કાર અને હત્યાના મામલામાં સુપ્રીમ કોર્ટની સુનાવણી અંગે ભાજપના નેતા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે, આજે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે મમતા બેનર્જીની સરકાર ન્યાય નહીં આપે. તેમની દીકરીને ન્યાય અપાવવાને બદલે, તે સત્યને દબાવવાનો, પુરાવાનો નાશ કરવાનો અને બળાત્કારીને બચાવવાનો પ્રયાસ કરી રહી છે."

તેમણે વધુમાં કહ્યું કે, "પહેલા કેસને આત્મહત્યા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, પરિવારને મૃતદેહ આપવામાં આવ્યો ન હતો, કલાકો સુધી રાહ જોવડાવામાં આવી હતી. રાજ્ય સરકારની ભૂમિકા આ ​​તમામ બાબતોને પ્રોત્સાહન આપવાની હતી. 5000 ગુંડાઓ પ્રવેશ્યા હતા. તેઓ કોલેજ જાય છે અને ત્યાંની પોલીસ કંઈ કરી શકતી નથી. સવાલ એ થાય છે કે શું મમતા બેનર્જી જવાબદારી લેશે અને રાજીનામું આપશે?"

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X