કોટામાં મેડીકલના છાત્રએ આત્મહત્યા પહેલા બનાવ્યો ભાવુક વીડિયો

Subscribe to Oneindia News

મેડીકલમાં છેલ્લા એક વર્ષથી કોટામાં રહીને તૈયારી કરી રહેલ એક છાત્રએ આત્મહત્યા કરી લીધી છે. આવુ કરતા પહેલા તેણે એક ભાવુક વીડિયો બનાવ્યો અને પછી ચંબલમાં કૂદીને મોત વહાલુ કરી લીધુ હતુ.

kota suicide

રેકોર્ડ કર્યો આ ભાવુક સંદેશ

16 વર્ષીય અમને વીડિયોમાં પોતાના માતા-પિતાને સંબોધીને કહ્યુ કે, " હું હંમેશા તમારી સાથે રહીશ. તમે છોટુને કહેજો કે તે ખૂબ ભણે અને ખૂબ આગળ વધે. તુ કોઇ ચિંતા વગર ભણજે છોટુ, હું હંમેશા તમારા બધા સાથે રહીશ. તમને યાદ કરીશ. વાંચજે મારા ભાઇ. મને માફ કરજો મમ્મી-પપ્પા."

આત્મહત્યા પહેલા શૂટ કર્યો વીડિયો

અમને આ સાડા અગિયાર મિનિટનો વીડિયો આત્મહત્યા કરતા પહેલા શૂટ કર્યો હતો. આ શૂટ કર્યા બાદ અમને કોટાની ચંબલ નદીમાં કૂદીને પોતાનો જીવ આપી દીધો. આ વીડિયોમાં છેલ્લે અમને હાથ હલાવીને કેમેરા તરફ ઇશારો કરીને અલવિદા કરવાનો ઇશારો કર્યો અને દુનિયાને અલવિદા કરી દીધી. અમને આત્મહત્યા કરતા પહેલા એક દોસ્તને ફોન કરીને પોતાનો ફોન અને ગળાનુ લૉકીટ ક્યાં મૂક્યુ છે તે જણાવ્યું હતુ. આ સંદેશ તેના પરિવારજનો સુધી પહોંચાડી શકાય એટલા માટે તેણે આમ કર્યુ.

2015 માં થઇ હતી 17 આત્મહત્યા

અમનના મૃતદેહને પોલિસે ગોતાખોરોની મદદથી ચંબલ નદીમાંથી શોધી કઢાવ્યો. દેશમાં કોટામાંથી સર્વાધિક આઇઆઇટી અને મેડીકલ ટૉપર્સ નીકળે છે. સફળતાની આંધળી દોટમાં અમન પાછળ રહી ગયો અને તેની કિંમત તેણે આત્મહત્યા કરીને ચૂકવવી પડી. કોટામાં 2015 માં આત્મહત્યાના કુલ 17 મામલા સામે આવ્યા હતા.

English summary
kota medical student suicides in chambal and records emotional video before that.
Please Wait while comments are loading...