For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુલભૂષણ જાધવ કેસઃ ICJમાં પાકિસ્તાની અધિકારીના હાથ મિલાવવા પર ભારતીય અધિકારીએ કર્યુ દૂરથી નમસ્તે

જ્યારે ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિઓનો સામનો સુનાવણી દરમિયાન એકબીજા સાથે થયો તો માહોલમાં ગરમી અનુભવી શકાતી હતી.

|
Google Oneindia Gujarati News

નેધરલેન્ડ્સની રાજધાની હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય અદાલત એટલે કે આઈસીજેમાં હાલમાં કુલભૂષણ જાધવ મામલે સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણી એવા સમયે થઈ રહી છે જ્યારે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઈ ગયા હતા. એવામાં જ્યારે ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિઓનો સામનો સુનાવણી દરમિયાન એકબીજા સાથે થયો તો માહોલમાં ગરમી અનુભવી શકાતી હતી. આ ગરમી એ સમયે સામે આવી જ્યારે વિદેશ મંત્રાલયના અધિકારી દીપક મિત્તલ અને પાકિસ્તાનના એટર્ની જનરલે એકબીજાને જોયા.

deepak mittal

ના દુઆ ના સલામ, બસ નમસ્કાર

સોમવારે શરૂ થયેલી સુનાવણીમાં વિદેશ મંત્રાલયમાં કાયદાકીય બાબતોના જોઈન્ટ સેક્રેટરી દીપક મિત્તલે જાધવનો કેસ રજૂ કર્યો. આ દરમિયાન પાકિસ્તાનના એટર્ની જનરલ અનવર મનસૂર ખાન ચર્ચા પહેલા તેમની પાસે આવ્યા. મનસૂરે મિત્તલ સાથે હાથ મિલાવવાની રજૂઆત કરી પરંતુ મિત્તલે બસ દૂરથી જ નમસ્તે કરવાનું યોગ્ય માન્યુ. જેવો આ પ્રકરણ સાથે જોડાયેલો મિત્તલનો ફોટો સામે આવ્યો કે તરત જ ટ્રેન્ડ થવા લાગ્યો. ક્યાંકને ક્યાંક મિત્તલ ખૂબ ચાલાકીથી હેંડશેક કરવાથી બચી નીકળ્યા. આ પહેલી વાર નથી જ્યારે મિત્તલનું નમસ્તે સમાચારોમાં છવાયુ હોય. વર્ષ 2017માં જ્યારે આઈસીજેમાં જાધવની ફાંસી રોકવા માટે કેસ ચાલ્યો હતો તે સમયે પણ મિત્તલે આ રીતે દૂરથી નમસ્તે કરીને વાહ વાહી લૂંટી હતી.

આ પણ વાંચોઃ પુલવામા હુમલા પર નિવેદન માટે વિધાનસભામાં હોબાળો, બહાર નીકળી શું બોલ્યા સિદ્ધુ?આ પણ વાંચોઃ પુલવામા હુમલા પર નિવેદન માટે વિધાનસભામાં હોબાળો, બહાર નીકળી શું બોલ્યા સિદ્ધુ?

English summary
Hearing of Kulbhushan Jadhav case begins at International Court of Justice (ICJ) and MEA officer Deepak Mittal presenting the case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X