For Quick Alerts
For Daily Alerts
ઉન્નાવ કેસમાં દોષી ધારાસભ્ય સેંગરની સજા પર આજે કોર્ટમાં થશે ચર્ચા
ઉન્નાવ બહુચર્ચિત રેપ કેસમાં દોષી ઠેરવાયેલા ધારાસભ્ય અને પૂર્વ ભાજપ નેતા કુલદીપ સેંગરની સજા પર આજે કોર્ટમાં ચર્ચા થશે. રેપના દોષી કુલદીપ સેંગરની સજા માટે શુક્રવારે દિલ્લીની તીસ હજારી કોર્ટમાં ચર્ચા થશે. તમને જણાવી દઈએ કે કોર્ટે ધારાસભ્યોને સગીર સાથે દુષ્કર્મમાં દોષી માન્યા હતા. આજે સજા પર ચર્ચા થશે.
મંગળવારે સજા પર ચર્ચા પૂરી ન થવા પર ન્યાયાલયે 20 ડિસેમ્બરને સજા પર ચર્ચાની તારીખ નક્કી કરી હતી. ઉન્નાવ રેપ કેસમા જ્યાં પીડિત પક્ષ કડકમાં કડક સજાની માંગ કરી રહ્યો છે તો વળી, ધારાસભ્યના પરિવારજનોની આશા છે કે જનપ્રતિનિધિ હોવાના નાતે ન્યાયાલયમાંથી રાહત મળી શકે છે.
આ પણ વાંચોઃ Video: અમદાવાદના શાહ-આલમમાં કાશ્મીરી સ્ટાઈલમાં પોલીસ પર પથ્થરમારો