For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરની છોકરીનું હેરી પોટર ફેમ રોલિંગ સાથે અનોખું કનેક્શન

હેરી પોટર ફેમ જે કે રોલિંગ પર કાશ્મીરની એક યુવતી નિબંઘ લખ્યો હતો. તેને પછી તે મેસેજ જે કે રોલિંગને ટ્વિટ કરવામાં આવ્યો જેનો રોલિંગે જવાબ પણ આપ્યો. જાણો આ અંગે વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના એક દૂરના વિસ્તાર ડોડામાં રહેતી 12 વર્ષની કુલસુમ બાનો ભટ્ટે ભાગ્યેજ ક્યારેક વિચાર્યું હશે કે જે કે રોલિંગ જેવી વિશ્વની જાણીતી લેખિકા તેનો વિષે કંઇક લખશે. જમ્મુ કાશ્મીરની આ યુવતીને રોલિંગ એક સરપ્રાઇઝ મોકલવાની છે. કુલસુમે ફિક્શન સીરિઝ હેરી પોટરની લેખિકા જે કે રોલિંગ પર એક નિબંધ લખ્યો હતો. જેની એક ફોટો તેની ટીચરે ટેગ કરીને ટ્વિટ કરી હતી.

kusum

26 એપ્રિલ

ડોડાની હાઝી પબ્લિક સ્કૂલની કુલસુમની ટીચર પ્રિયાએ 26 એપ્રિલના રોજ કુલસુમના નિબંધનો ફોટો ટ્વિટ કર્યો હતો. કુલસુમે પોતાના નિબંધમાં લખ્યું હતું કે હું જે કે રોલિંગથી ખાલી એટલા માટે પ્રેરિત નથી કારણ કે તે સારું લખે છે. પણ હું તેમનાથી એટલા માટે પ્રેરિત છું કારણ કે તેમની સામે અનેક સમસ્યા આવી પણ તેમણે કદી હાર ના માની. આ નિબંધમાં કુલસુમની ટીચરે અનેક જગ્યાએ લાલ પેનથી તેની ભૂલો સુધારી છે. જો કે હવે આ ટ્વિટ પર રોલિંગ રિપ્લાય આપ્યો છે.

કુલસુમ

હાઝી પબ્લિક સ્કૂલના ડાયરેક્ટર સબાહ હાજીએ સ્કૂલ ટીચરના ટ્વિટમાં રોલિંગને ટેગ કરી ટ્વિટ કર્યું હતું. સબાહે લખ્યું હતું કે કુલસુમ હિમાલયમાં અંગ્રેજી ભણતી ફસ્ટ જનરેશનથી આવે છે. અને એક દિવસે તમને મળવા માંગે છે. આ ટ્વિટના જવાબમાં રોલિંગ લખ્યું કે શું તમે મને એક પર્સનલ મેસેજ કરીને કુલસુમનું સાચું સરનામું મોકલશો? હું તેને કંઇક મોકલવા માંગુ છું.

કુલસુમને થયો જાદુઇ અનુભવ

કુલસુમને જ્યારે ખબર પડી કે રોલિંગે તેના ટ્વીટનો જવાબ આપ્યો છે. તો તે ખૂબ જ ખુશ થઇ. કુલસુમે ઇન્ડિયન એક્સપ્રેસમાં કહ્યું કે "સહેબ મેમ મને જણાવ્યું કે જે કે રોલિંગે મારો નિબંધ જોયો છે અને તેનો રિપ્લાય કર્યો છે. હું ખૂબ જ ખુશ છું. જ્યારે હું તેમને પર્સનલી મળીશ ત્યારે તેમને કહીશ કે તે કેટલી સારી છે."

English summary
Kulsum Bano Bhat wrote essay on JK Rowling. She is studying in Haji Public School in Doda, jammu and kashmir. Read more on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X