Kunal kamra controversy : કુણાલ કામરાને મદ્રાસ હાઈકોર્ટમાંથી આગોતરા વચગાળાના જામીન મળ્યા
Kunal kamra controversy : સ્પેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાને શુક્રવારે મદ્રાસ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણીના મામલામાં તેમને આગોતરા વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.
હાઈકોર્ટે 7 એપ્રિલ સુધી તેમની સામે કોઈ કાર્યવાહી નહીં કરવાની સ્પષ્ટતા કરી છે. આ મામલામાં મદ્રાસ હાઈકોર્ટે તેમના પક્ષને સાંભળ્યા બાદ આ નિર્ણય લીધો. કોર્ટના આ આદેશને કારણે કામરાને હાલ માટે મોટી રાહત મળી છે.

બીજી તરફ મુંબઈ પોલીસે 31 માર્ચે કુણાલ કામરાને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ મામલાને લઈને કાયદાકીય પ્રક્રિયા આગળ કેવી રહેશે તે જોવાનું રહેશે.
જણાવી દઈએ કે, કુણાલ કામરાના પેરોડી ગીતને લઈને વિવાદ થયો છે. જેમાં શિવસેના ઉદ્ધવ ઠાકરે સાથે ગદ્દારી કરનારા એકનાથ શિંદેને ગદ્દાર કહેતા આ વિવાદ સર્જાયો છે. કામરાના વિરોધમાં એકનાથ શિવસેના સમર્થિત અસામાજીક તત્વોએ મુંબઈમાં સ્ટુડિયોમાં તોડફોડ પણ કરી હતી.












Click it and Unblock the Notifications
