મહિલા પોલીસ અધિકારી સાથે વકીલોએ મારપીટ કરી, ઘટના CCTV કેમેરામાં કેદ
મહિલા પોલીસ અધિકારી સાથે વકીલોએ મારપીટ કરી, ઘટના CCTV કેમેરામાં કેદ
નવી દિલ્હીઃ દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં 2 નવેમ્બરે વકીલો અને પોલીસકર્મીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. મામલામાં બંને તરફથી એકબીજા પર હિંસા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો. હવે આ મામલે એક નવો વળાંક સામે આવ્યો છે. એનડીટીવીએ કથિત રીતે કોર્ટ પરિસરથી હાંસલ થયેલ સીસીટીવી ફુટેજના આધારે રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં વકીલ એક મહિલા પોલીસ અધિકારી સાથે મારપીટ કરે છે, ફર્નીચર તોડતા અને ગાડીઓમાં આગ લગાવતા દેખાઈ રહ્યા છે.

આઈપીએસની પિસ્ટલ પણ ગાયબ
જે મહિલા સાથે કથિત રીતે વકીલોએ મારપીટ કરી છે, તેની પિસ્ટલ પણ ગાયબ છે. જે હંગામો થયો ત્યારથી જ ગાયબ થઈ છે. જો કે હજુ સુધી આ મહિલા અધિકારી તરફથી આ મામલે મારપીટ કે પિસ્ટલ ગાયબ થવાની ફરિયાદ કરવામાં આવી નથી. જણાવવામા આવ્યું કે સાથી અધિકારીઓએ તેને ફરિયાદ ન કરવાની સલાહ આપી.

વકીલોનો અલગ દાવો
દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં શનિવારે બપોરે વકીલો અને પોલીસ વચ્ચે ભારે બબાલ થઈ હતી. બબાલમાં મારપીટ, આગચંપી અને ફાયરિંગ સુધીની વાત સામે આવી. ઘણા સમય સુધી અદાલત પરિસરમાં બબાલ ચાલી, કેટલીક ગાડીઓને આગને હવાલે કરી દેવામાં આવી. આ સમગ્ર મામલે વકીલો અને પોલીસના દાવામાં ઘણો તફાવત છે. પોલીસ તરફથી જ્યાં વકીલો પર હુમલો કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે ત્યારે વકીલોનું કહેવું છે કે પોલીસે વકીલોની પીટાઈ કરી અને ગોળી પણ ચલાવી.

6 દિવસથી વિવાદ ચાલુ
દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં શનિવારે થયેલ ઝપાઝપી બાદ પોલીસ અને વકીલો આમને સામને આવી ગયા. ક્યારેક પોલીસ ઑફિસર્સ તો ક્યારેક વકીલો રસ્તાઓ પર ઉતરી વિરોધ કરી રહ્યા છે. તીસ હઝારી કોર્ટ બાદ દિલ્હીની કેટલીય અન્ય અદાલતોમાં પણ નાની મોટી ઘટનાઓ સામે આવી. ઘટનાને લઈ રવિવારે વકીલોએ દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું જ્યારે મંગળવારે દિલ્હી પોલીસના જવાન આઈટીઓ સ્થિત પોલીસ મુખ્યાલયથી બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા, 11 કલાકથી વધુ તેમનું પ્રદર્શન ચાલ્યું. બુધવારે વકીલોએ એકવાર ફરીથી દિલ્હીની પાંચ અદાલતમાં વિરોધ નોંધાવ્યો. ગુરુવારે પણ વકીલોનું પ્રદર્શન ચાલુ છે.












Click it and Unblock the Notifications
