જેલમાં પણ લાલુનો જલવો, મળી રહી છે અનેક સુવિધા
રાંચી, 2 ઓક્ટોબરઃ ઘાસ-ચારા કૌભાંડના મામલે દોષી જાહેર થયા બાદ બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાંબંધ લાલુ પ્રસાદ યાદવને અનેક પ્રકારની સુવિધાઓ મળી રહી છે. મચ્છરોથી પરેશાન લાલુ પ્રસાદ યાદવને અનેક પ્રકારની સુવિધાઓ મળી રહી છે. મચ્છરોથી પરેશાન લાલુને મંગળવારે આખો દિવસ પ્રભારી જેલ સુપ્રિટેન્ડેટ વીરેનદ્ર સિંહની ચેમ્બરમાં વિતાવ્યો. તેમણે ત્યાં નાસ્તો કર્યો અને દિવસનું ભોજન લીધુ. આ ઉપરાંત મળવા આવતા નેતાઓ અને શુભચિંતકોએ પણ તેમની સાથે એ ચેમ્બરમાં મુલાકાત કરી. તેમણે જેલ પ્રશાસનના ફ્રીજની સુવિધા આપવાની ભલામણ કરી છે. બિરસા મુંડા સેન્ટ્રલ જેલના એક ડોક્ટરે જણાવ્યું કે, લાલુની આંખોમાં નાંખવાની દવાઓને રાખવા ફ્રીજ જોઇએ છીએ.

જેલ પ્રશાસન અનુસાર, લાલુ પ્રસાદે રાત ઘણી બેચેનીમાં વિતાવી. તેમને સારી રીતે ઉંઘના આવી અને આ કારણે તે સવારે વહેલા ઉઠી ગયા. પૂજા-પાઠ કર્યા બાદ તેમને મળવા આવનારાઓની લાઇન લાગી. આરજેડી ધારાસભ્ય અને ઝારખંડના મંત્રી અત્રપૂર્ણા દેવી સવારે નાસ્તો લઇને પહોંચ્યા.












Click it and Unblock the Notifications
