ચારા કૌભાંડઃ લાલુને મળ્યા જામીન

નવી દિલ્હી, 13 ડિસેમ્બરઃ ઘાસા ચારા કૌભાંડમાં પાચ વર્ષની જેલની સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ યાદવની જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યાં છે. લાલુ પ્રસાદ યાદવના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલને માન્ય રાખીને સુપ્રીમ કોર્ટ દ્વારા આ જામીન મંજૂર છે. નોંધનીય છે કે, લાલુ પ્રસાદ યાદવ રાંચીને જેલમાં બંધ છે.

lalu-prasad-yadav
આ પહેલા સુપ્રીમ કોર્ટે ચારા કૌભાંડમાં રાંચની જેલમાં કેદ રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી પર કેન્દ્રીય તપાસ બ્યૂરોને આજે નોટિસ ફટકારી હતી. મુખ્ય ન્યાયાધીશ પી સદાશિવમ અને ન્યાયમૂર્તિ રંજન ગોગોઇની ખંડપીઠે ઝારખંડ હાઇ કોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર સીબીઆઇને નોટિસ ફટકારીને બે અઠવાડીયાની અંદર જવાબ આપવાનો આદેશ કર્યો હતો કોર્ટે આ મામલાની સુનાવણી હવે 13 ડિસેમ્બરના રોજ રાખી હતી. નીચલી અદાલતમાં જમાનત નહીં મળતા લાલુ યાદવ ઝારખંડની હાઇ કોર્ટ પહોંચ્યા હતા, ત્યાં પણ તેમની જામીન અરજી નકારી કઢાઇ હતી. જેના કારણે તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ મામલે જેલ ગયા બાદ તેઓ લોકસભાની સભ્યતા ગુમાવી ચૂક્યા છે.

નોંધનીય છે કે, 1994-95માં કરવામાં આવેલા ઘાસ-ચારા કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને સૌથી વધારે પાંચ વર્ષની સજા અને 25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. લાલુ પ્રસાદ યાદવ સિવાય આરજેડી સાંસદ જગદીશ શર્માને ચાર વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને ચાર વર્ષની સજા અને બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X