લાલુ યાદવના દીકરા તેજ પ્રતાપ યાદવ કાર એક્સિડન્ટમાં ઘાયલ
લાલુ યાદવના દીકરા તેજ પ્રતાપ યાદવ શુક્રવારે એક કાર એક્સિડન્ટમાં ઘાયલ થયા છે, તેજ પ્રતાપ યાદવને ઉપચાર માટે પટનાની પારસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
લાલુ યાદવના દીકરા તેજ પ્રતાપ યાદવ શુક્રવારે એક કાર એક્સિડન્ટમાં ઘાયલ થયા છે, તેજ પ્રતાપ યાદવને ઉપચાર માટે પટનાની પારસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમનો ઉપચાર ચાલી રહ્યો છે. બિહારની રાજધાની પટનામાં તેજ પ્રતાપ યાદવની ગાડીનો એક્સીડંટ થયો છે. દુર્ઘટનામાં તેજ પ્રતાપ યાદવને ઇજા પહોંચી છે અને તેમની ગાડી ખરાબ રીતે ડેમેજ થઇ ચુકી છે. તેજ પ્રતાપ મહુવા સીટથી વિધાયક છે અને બિહાર સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે.

મળતી જાણકારી અનુસાર આ ઘટના શુક્રવારે લગભગ 2 વાગ્યાની છે. તેજ પ્રતાપ યાદવ અને યુનિવર્સીટીના એક વિધાર્થીની ગાડી અથડાઈ ગઈ. તેજ પ્રતાપ સહીત તેમની ગાડીમાં બેઠેલા ચાર લોકો પણ ઘાયલ છે. ગાડીમાં સવાર જહાંનાબાદથી લોકસભા ચૂંટણીમાં 'લાલુ રાબડી મોરચા' ઉમેદવાર રહેલા ચંદ્ર પ્રકાશ પણ ઘાયલ થઇ ગયા છે, જયારે બીજી ગાડીમાં બેઠેલા બીજા બે લોકોને પણ ગંભીર ઇજા પહોંચી છે. બધાની હાલત ખતરાની બહાર છે, તેવું જણાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: જાણો કોણે તેજ પ્રતાપને 'બીજો કૃષ્ણ' બનાવ્યો અને કેમ?
નજરે જોનાર લોકોએ જણાવ્યું છે કે બંને ગાડીઓની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે હતી. ડ્રાઈવરની સૂઝબૂઝથી મોટી દુર્ઘટના થતી બચી ગઈ. આ ઘટના વિશે જાણકારી મળતા જ પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ. પોલીસે બધા જ લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા અને આ મામલે જાંચ કરવામાં લાગી ગઈ છે.
આ પણ વાંચો: શું વૃંદાવનના કોઈ 'બાબા'ના કહેવાથી તેજ પ્રતાપ યાદવે માંગ્યા પત્ની પાસે છૂટાછેડા?












Click it and Unblock the Notifications
