'મોદી સરકારની સચ્ચાઈ બતાવનાર પત્રકારોને...', ન્યૂઝક્લિકના પત્રકારોને ત્યાં રેડ પર ભડક્યા લાલુ યાદવ
Lalu Prasad Yadav on News Click journalist Raid: બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે ન્યૂઝ ક્લિક વેબસાઈટના પત્રકારો પરના દરોડા પર પ્રતિક્રિયા આપી છે. લાલુ પ્રસાદ યાદવે કહ્યું છે કે, 'મોદી સરકારની સચ્ચાઈ બતાવનાર પત્રકારોને ડરાવવા માંગે છે મોદી સરકાર.'
લાલુ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે મોદી સરકારનું સત્ય બતાવનારા પત્રકારોને ડરાવવા માંગે છે મોદી સરકાર. દિલ્હી પોલીસે અભિસાર શર્મા, ઉર્મિલેશ, સંજય રાજૌરા, સુહેલ હાશ્મીના ઘર પર દરોડા પાડ્યા. ન્યૂઝ ક્લિક સાથે જોડાયેલા લોકોના ઘરો પર દરોડા ચાલુ છે.

તેમણે ઉમેર્યુ કે તેમના ફોન અને લેપટોપ જપ્ત કરવામાં આવ્યા હતા. લોકશાહીના ચોથા સ્તંભને કચડી નાખવું એ કાયરતાપૂર્ણ કૃત્ય છે, મોદી સરકાર સત્યથી ડરે છે. આ સાથે જ રાષ્ટ્રીય જનતા દળે પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ મામલે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
આરજેડીએ ટ્વિટ કર્યું છે કે, 'કેન્દ્ર સરકાર હેઠળ દિલ્હી પોલીસ દ્વારા નિષ્પક્ષ પત્રકારોના ઘરો પર દરોડા પાડવો એ સરમુખત્યારના ડરની નિશાની છે.' અન્ય એક ટ્વિટમાં આરજેડીએ લખ્યું છે કે, ચેનલ માલિકની કમાણીના બહાને પત્રકારો પર હુમલો? જાતિ અને વસ્તીગણતરીની ખીજ ક્યાંક બહાર આવશે! કોઈએ સાચું કહ્યું, "સરમુખત્યાર કાયર છે!"
કોંગ્રેસે પણ પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યું કે, પીએમ મોદી ડરી ગયા છે, નર્વસ છે. ખાસ કરીને એવા લોકો તરફથી જેઓ તેમની નિષ્ફળતાઓ પર તેમને સવાલ કરે છે. વિપક્ષના નેતાઓ હોય કે પત્રકારો, સત્ય બોલનારને હેરાન કરવામાં આવશે. આજે ફરી પત્રકારો પર દરોડા એનો પુરાવો છે.
मोदी सरकार की सचाई दिखाने वाले पत्रकारों को डराना चाहती है मोदी सरकार |
— Lalu Yadav (@LaluYadavIND) October 3, 2023
अभिसार शर्मा, उर्मिलेश, संजय राजौरा, सुहैल हाशमी के घर पर दिल्ली पुलिस की रेड#NewsClick से जुड़े हुए लोगों के घरों पर रेड जारी
फोन व लैपटॉप सीज किए गए
लोकतंत्र के चौथे स्तम्भ को कुचलना कायरता पूर्ण… pic.twitter.com/M8vGuQQVqc












Click it and Unblock the Notifications
