લાલુએ બોલવાનું ચાલું કર્યું ને સંસદમાં હાસ્ય પ્રસરાઇ ગયું!

lalu prasad yadav
નવીદિલ્હી, 5 ડિસેમ્બરઃ દેશી અંદાજમાં અંગ્રેજી બોલવા માટે જાણીતા આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે આજે લોકસભામાં ' એર હોસ્ટેસ' ને 'એર હોસ્ટેઝ' કહીં દીધું. સદનમાં પ્રશ્નકાળ દરમિયાન નાગર ઉડ્ડયન મંત્રાલય સંબંધિત પ્રશ્ન પર ઉડ્ડયનમંત્રી અજીત સિંહ જવાબ આપી રહ્યાં હતા.

લાલુ પણ પ્રશ્ન કરવા માટે ઉભા થયા અને કહ્યું કે વિમાનના પાયલોટો અને 'એર હોસ્ટેઝ'ને સમયસર પગાર મળતો નથી. બસ લાલુ આટલું બોલ્યાં ત્યાંજ સંસદમા હાજર તમામ સભ્યો ખડખડાટ હસી પડ્યા હતા. તેમની પાછળની બેઠક પર બેસેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટના સુપ્રિયા સુલેએ તેમની ભુલ સુધારવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે, 'એર હોસ્ટેસ' પરંતુ તેમ છતાં લાલુએ તેમની વાત સાંભળી નહીં અને તેમણે અનેકવાર 'એર હોસ્ટેઝ, એર હોસ્ટેઝ' કહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે એર હોસ્ટેઝનો અર્થ વિમાનના યાત્રીઓને અપહરણકર્તા દ્વારા બંધક બનાવાયા એવો થાય છે.

નોંધનીય છે કે, સંસદમાં હાલ એફડીઆઇ અંગે ગંભીર ચર્ચા થઇ રહી છે અને સાંજના સમયે સંસદમાં તમામ પક્ષો દ્વારા પોતોની દલીલ રજૂ કરાયા બાદ વોટિંગ કરવામાં આવશે, ત્યાર બાદ રિટેલમાં એફડીઆઇ લાગુ કરવું કે નહીં તે અંગે નિર્ણય કરવામાં આવશે, મોટા ભાગે બધાની નજર માયાવતી અને મુલાયમસિંહ યાદવ પર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X