જમ્મુ કાશ્મીરઃ નૌશેરામાં પાકિસ્તાનના ગોળીબારમાં લાંસ નાયક સંદીપ થાપા શહીદ
જમ્મુ કાશ્મીરમા લાઈન ઑફ કંટ્રોલ (એલઓસી) પર સતત પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન ચાલુ છે.
જમ્મુ કાશ્મીરમા લાઈન ઑફ કંટ્રોલ (એલઓસી) પર સતત પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન ચાલુ છે. પાકિસ્તાન તરફથી ચાલી રહેલ ગોળીબારમાં ઈન્ડિયન આર્મીના લાંસ નાયક સંદીપ થાપા શહીદ થઈ ગયા છે. નૌશેરા સેક્ટર, રાજૌરીમાં આવે છે અને સેના તરફથી પાકિસ્તાનને સતત જવાબ આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન તરફથી 15 ઓગસ્ટથી જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર યુદ્ધવિરામ તોડવામાં આવી રહ્યુ છે.

દુનિયાનું ધ્યાન ખેંચવાની કોશિશ
સેના સૂત્રો તરફથી શુક્રવારે કહેવામાં આવ્યુ હતુ કે પાકિસ્તાન, યુનાઈટેડ નેશન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રાખવા માટે આવુ કરી રહ્યુ છે. સૂત્રોએ પાક તરફથી આવનારા દિવસોમાં યુદ્ધવિરામ ઉલ્લંઘનની ઘટનાઓ વધવાની વાત કહી છે. સેના સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે જલ્દી યુનાઈટેડ નેશન્સ જનરલ અસેમ્બલી એટલે કે ઉંગાના સત્રની શરૂઆત થવાની છે. પાકિસ્તાન આ દરમિયાન વિક્ટિમ કાર્ડ રમવાની કોશિશ કરશે. ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માટે આવનારા દિવસોમાં પાક તરફથી વધુ યુદ્ધવિરામ કરવામાં આવશે. સેનાના સૂત્રો તરફથી કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાન છેલ્લા કેટલાક દિવસોમાં ફાયરિંગ અને ગોળીબારવાળા વિસ્તારોમાં વધારો કર્યો છે. પાકિસ્તાનનો હેતુ વધુને વધુ ગોળીબાર કરીને કાશ્મીર મુદ્દે દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
