ચંદીગઢ-મનાલી હાઇવે પર ભૂસ્ખલન, વાહનવ્યવહાર ઠપ્પ

ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નહેરુ કુંડ પાસે પણ ભૂસ્ખલન થયું હતું, જેમાં પર્વત પરથી એક મોટો ખડક પડ્યો હતો અને રસ્તો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો હતો. રસ્તાની બંને બાજુ વાહનો ફસાઈ ગયા હતા.

મનાલી : હિમાચલ પ્રદેશમાં સતત વરસાદના કારણે ભૂસ્ખલન થઈ રહ્યું છે. ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નહેરુ કુંડ પાસે પણ ભૂસ્ખલન થયું હતું, જેમાં પર્વત પરથી એક મોટો ખડક પડ્યો હતો અને રસ્તો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો હતો. રસ્તાની બંને બાજુ વાહનો ફસાઈ ગયા હતા.

Landslide

માહિતી મળ્યા બાદ વહીવટી તંત્ર અને માર્ગ વ્યવસ્થાપનની ટીમોએ રસ્તો પુનઃસ્થાપિત કરવા માટે કામ કરવાનું શરૂ કર્યું છે. એક વહીવટી અધિકારીએ જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે બંધ થવાના કારણે મનાલી અને લાહૌલ વચ્ચે વાહનોની અવરજવર પર અસર પડી હતી. પુનઃસ્થાપિત કરવા માટે મશીનો લગાવવામાં આવ્યા છે અને મજૂરો પણ કામ કરી રહ્યા છે.

મોડી રાતથી કેટલાક વાહનો રસ્તાની બંને બાજુએ અટવાઇ ગયા

ઘટના સ્થળે કારમાં સવાર મુસાફરોએ જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે બ્લોક થવાને કારણે તેની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી છે અને મોડી રાતથી કેટલાક વાહનો રસ્તાની બંને બાજુએ અટવાઇ ગયા છે. અમારા માટે ખૂબ જ મુશ્કેલીનો સમય છે કે, ચંદીગઢ-મનાલી-લેહ રોડ પર મનાલી નજીક એક વિશાળ ખડક પડી જવાને કારણે વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે.

Landslide

રસ્તો સાફ કરવામાં રોકાયેલા કર્મચારીએ કહ્યું કે, બુધવારની રાત્રે વરસાદના કારણે રસ્તા પર પહાડ પરથી ખડકો પડી ગયા અને રસ્તાને નુકસાન થયું હતું. અત્યાર સુધી રસ્તો સાફ કરવામાં આવ્યો છે.

શિમલા નજીક પણ ભૂસ્ખલન

આ અગાઉ હિમાચલમાં શિમલાના મેહલી-શોગી બાયપાસ રોડ પર ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનને કારણે વહીવટીતંત્રે વાહનોની અવરજવર માટે રસ્તો બંધ કરી દીધો હતો. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ વખતે ભારે વરસાદને કારણે 22 લિંક રોડ અને 3 નેશનલ હાઇવે બ્લોક થઇ ગયા છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં ભૂસ્ખલનની ડઝનથી વધુ ઘટનાઓ બની છે.

આ સાથે જ જ્યોરી વિસ્તાર પાસે પહાડ તૂટી પડવાના કારણે નેશનલ હાઇવે નંબર 5 ખોરવાઇ ગયો હતો. જે બાદ ભૂસ્ખલનને કારણે રસ્તો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો અને ડુંગરનો કાટમાળ ત્યાં જમા થઈ ગયો હતો. તૂટેલા પર્વતના મોટા ખડકો મોટા અવાજ સાથે નીચે પડી ગયા હતા. ઘટનાની જાણ થતાં વહીવટી તંત્રે SDM રામપુર અને પોલીસને પરિસ્થિતિનો તાગ મેળવવા સ્થળ પર મોકલ્યા હતા. માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X