Arjan Singh Cremation: 21 તોપોની સલામી સાથે અંતિમ વિદાય
ભારતીય વાયુ સેનાના માર્શલ અર્જન સિંહને સોમવારે સવારે પૂરા રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
ભારતીય વાયુસેનાના માર્શલ અર્જન સિંહને સોમવારે સવારે દેશવાસીઓએ ભીની આંખે અંતિમ વિદાય આપી હતી. 16 સપ્ટેમ્બરના રોજ હૃદયરોગના હુમલાને કારણે અર્જન સિંહનું મૃત્યુ થયું હતું. અર્જન સિંહને હૃદયરોગનો હુમલો પડતા તેમને દિલ્હીની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમને જોવા પહોંચ્યા હતા. 98 વર્ષે મૃત્યુ પામેલા અર્જન સિંહને સોમવારે સવારે રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

વાયુ સેનાના હેલિકોપ્ટર અને મિગ વિમાનો દ્વારા અર્જન સિંહ હવાઈ સલામી આપવમાં આવી હતી. મનમોહન સિંહ, એલ.કે.અડવાણી, રક્ષા મંત્રી નિર્મલા સીતારામન અને ત્રણેય સેના પ્રમુખો અર્જન સિંહના અંતિમ સંસ્કાર સમયે હાજર રહ્યા હતા.













Click it and Unblock the Notifications
