• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

National 21 July: એક નજર આજના મુખ્ય સમાચારો પર...

|

આજના મુખ્ય સમાચારો પર એક નજર કરીએ તો.. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઇ ખાતે આવેલા ભાભા પરમાણુ રિસર્ચ સેન્ટરની મુલાકાત લેશે. આ દરમિયાન નરેન્દ્ર મોદી ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી(ડીએઇ) અને બાર્કના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરશે. નરેન્દ્ર મોદી બાર્કની મુલાકાત લેવા માટે મુંબઇના આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર બપોરે આવશે અને ત્યાથી તેઓ બાર્કની મુલાકાત લઇને પાછા દિલ્હી પરત ફરશે, સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર તેમનો બીજો કોઇ કાર્યક્રમ નથી. નરેન્દ્ર મોદી ભાભા ખાતેની આ પહેલી મુલાકાત છે.

દેશમાં બનતી અન્ય ઘટનાઓ અને સમાચારોને વાંચો તસવીરો સાથે સ્લાઇડરમાં...

દિલ્હીમાં મણિપુરના 30 વર્ષના યુવકની હત્યા

દિલ્હીમાં મણિપુરના 30 વર્ષના યુવકની હત્યા

દિલ્હીના કોટલા મુબારકપુર વિસ્તારમાં ગઇકાલે રાત્રે અઢી વાગ્યે મણિપુરના એક યુવકની ઢોર માર મારીને હત્યા કરી દેવામાં આવી છે. 30 વર્ષના શાલોની નામના આ યુવકની હત્યાની શંકા કોટલાના લોકો પર જ છે. શાલોની બીપીઓનું કામ કરતો હતો.

રાજધાની એક્સ.ના ભોજનમાં વંદો!

રાજધાની એક્સ.ના ભોજનમાં વંદો!

સુવિધા અને સાફસફાઇના તમામ દાવાઓની વચ્ચે ભારતીય રેલવેની પોલ ઉઘળી ગઇ છે, જ્યારે રાજધાની એક્સપ્રેસના ભોજનમાં વંદો મળી આવ્યો. આનો સખત વિરોધ નોંધાવતા યાત્રીઓએ એક કલાક સુધી ટ્રેનને રોકી રાખી.

જેડીયૂ-આરજેડી ચૂંટણીમાં સાથે

જેડીયૂ-આરજેડી ચૂંટણીમાં સાથે

બિહારની 10 બેઠકો પર 21 ઑગસ્ટના રોજ યોજાનારી પેટાચૂંટણી સત્તારૂઢ જેડીયૂ અને આરજેડી સાથે મળીને લડશે. જેડીયૂના પ્રદેશ અધ્યક્ષ વશિષ્ઠ નારાયણ સિંહે એ સ્પષ્ટ કરતા જણાવ્યું કે કોઇ કેટલી બેઠકો પર લડશે, તે બંને દળોના નેતાઓ નક્કી કરશે.

બેંગલુરુ રેપ કેસમાં આરોપી શિક્ષકની ધરપકડ

બેંગલુરુ રેપ કેસમાં આરોપી શિક્ષકની ધરપકડ

બેંગલુરુમાં એક શાળામાં 6 વર્ષની માસૂમની સાથે બળાત્કારના કેસમાં ધરપકડ કરવામાં આવેલ આરોપીને પોલીસ આજે કોર્ટમાં રજૂ કરશે. આરોપી મુસ્તફા સ્કૂલમાં સ્કેટીંગ ઇસ્ટ્રક્ટર છે. ફરિયાદ દાખલ થયા બાદ આ કેસમાં રવિવારે પહેલી ધરપકડ થઇ.

LGને મળ્યા કેજરીવાલ, દિલ્હીમાં ચૂંટણી કરાવવાની કરી માંગ

LGને મળ્યા કેજરીવાલ, દિલ્હીમાં ચૂંટણી કરાવવાની કરી માંગ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગ સાથે મુલાકાત કરી. તેમની સાથે આપના ધારાસભ્યો પણ હતા. મુલાકાતમાં કેજરીવાલે વિધાનસભા ભંગ કરી નવેસરથી ચૂંટણી કરાવવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટી અનુસાર ઉપરાજ્યપાલે વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ તમામ પાર્ટિઓ સાથે વાત કરીને રાષ્ટ્રપતિને અહેવાલ મોકલી આપશે. મનિષ સિસોદીયાએ દાવો કર્યો છે કે હવે દિલ્હીમાં ચૂંટણી જ એકમાત્ર વિકલ્પ છે.

કાટજૂનો આરોપ, યૂપીએ સરકારે કર્યું ભ્રષ્ટ જજનું પ્રમોશન

કાટજૂનો આરોપ, યૂપીએ સરકારે કર્યું ભ્રષ્ટ જજનું પ્રમોશન

સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અને પ્રેસ કાઉંસિલના ચેરમેન માર્કંડેય કાટજૂએ મદ્રાસ હાઇકોર્ટના એક જજની નિમણૂંકના હવાલાથી ન્યાયપાલિકામાં ભારે ભ્રષ્ટાચારની તસવીર રજૂ કરી છે. તેમનો આર્ટીકલ અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલ છે. કાટજૂએ લખ્યું છે કે મદ્રાસ હાઇકોર્ટના એક જજ ભ્રષ્ટાચારના તમામ આરોપો છતા પોતાના પદ પર બની રહ્યો પરંતુ હાઇકોર્ટમાં એડિશનલ જજ બન્યો અને બાદમાં તેને સ્થાઇ નિમણૂંક પણ મળી ગઇ.

વધુ વાંચવા માટે ક્લિક કરો...

કોંગ્રેસને ઝટકો, મહારાષ્ટ્રમાં નારાયણ રાણેનું રાજીનામુ

કોંગ્રેસને ઝટકો, મહારાષ્ટ્રમાં નારાયણ રાણેનું રાજીનામુ

મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે, જ્યારે કદ્દાવર નેતા નારાયણ રાણેએ ઉદ્યોગ મંત્રી પદેથી રાજીનામુ આપી દીધું છે. નારાયણ રાણે પોતાનું રાજીનામુ મુખ્યમંત્રીને સુપરત કર્યું. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નારાયણ રાણે સરકારમાં ફેરબદલથી નારાજ હતા, તેમજ પૃથ્વીરાજ ચૌહાણના મુખ્યમંત્રી પદ યથાવત રહેવાથી પણ નારાજ હતા. જોકે તેઓ કોંગ્રેસમાં જ રહેશે તેવું તેમણે જણાવ્યું છે.

સંકટમાં ગોગોઇ સરકાર, 32 વિધાયકોનું રાજીનામુ

સંકટમાં ગોગોઇ સરકાર, 32 વિધાયકોનું રાજીનામુ

ગુવાહાટી, અસમમાં કોંગ્રેસની તરૂણ ગોગોઇ સરકાર પર ખતરો મંડરાઇ રહ્યો છે. કોંગ્રેસના 32 વિધાયકોએ આજે રાજીનામુ આપી દીધું છે, તેમાં એક મંત્રીનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસના આ ધારાસભ્ય મુખ્યમંત્રી તરુણ ગોગોઇના કામથી નાખુશ હતા અને તેમને મુખ્યમંત્રીમાં વિશ્વાસ નથી રહ્યો. નોંધનીય છે કે હેમંત વિશ્વાસના નેજા હેઠળ વિધાયકોએ મુખ્યમંત્રીની વિરુધ્ધ રાજ્યપાલ સાથે મુલાકાત કરી. આ વિધાયકોએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. હેમંત વિશ્વાસ ખૂબ જ પાવરફુલ મિનિસ્ટર માનવામાં આવે છે. તેઓ અસમના શિક્ષણ મંત્રી છે અને તેમના નેતૃત્વમાં કોંગ્રેસના વિધાયકોએ સતત ગોગોઇને હટાવવાની માંગ કરી રહ્યા છે.

ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે સંસદમાં હોબાળો

ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે સંસદમાં હોબાળો

મદ્રાસ હાઇકોર્ટમાં ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલ એક ન્યાયાધિશની નિમણૂકના મુદ્દા પર અન્નાદ્રમુકના હોબાળાના કારણે આજે રાજ્યસભામાં પ્રશ્નકાળ થઇ શક્યું નહીં.

મોદી પહોંચ્યા મુંબઇ, પૃથ્વીરાજે કર્યું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે મુંબઇ ખાતે આવી પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદી અત્રે ભાભા પરમાણુ રિસર્ચ સેન્ટરની મુલાકાત લેવા માટે આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીની મુંબઇની આ પહેલી મુલાકાત છે.

વધુ વાંચવા માટે ક્લિક કરો...

English summary
July 21: PM Narendra Modi to Visit Bhabha Atomic Research Centre in Mumbai Today, and other news see in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more