For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Breif of July 28: નરેન્દ્ર મોદીએ કહ્યું, જનતાને કહો અચ્છે દિન આ રહે હૈ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

28 જુલાઇ: અમે તમારા માટે એક નવી શરૂઆત કરી રહ્યાં છીએ. જ્યાં તમને રાષ્ટ્રીય કક્ષાએ બનતી ઘટનાઓના સમાચાર તથા બ્રેકિંગ ન્યૂઝ વિશે એક જ જગ્યાએ માહિતી મળી રહેશે. જેથી તમારા સમયનો બચાવ થશે અને એક જ જગ્યાએ રાષ્ટ્રીય સમાચારો મળી રહેશે. બસ માત્ર સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ અને રાષ્ટ્રીય ઘટનાઓ વિશે માહિતી મેળવતા રહો.

આજના રાષ્ટ્રીય સમાચારો પર નજર કરીએ તો...યુપીના સહારનપુરમાં સ્થિતિ પહેલાંના મુકાબલે શાંતિ જોવા મળી રહી છે. શહેરના ખૂણેખૂણે પોલીસ બળ તૈનાત છે અને નાના ડ્રોનની મદદથી સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. વહિવટીતંત્રએ ગત 48 કલાકોથી જાહેર કર્ફ્યૂમાં સોમવારે ઢીલ આપવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી આ કેસમાં 38 લોકોની ધરપકડ કરવામાં આવે છે.

તો બીજી તરફ લોકલ ટ્રેનમાં મહિલા સાથે ગેરવર્તણૂકનો મામલો સામે આવ્યો છે. લોકલ ટ્રેનમાં એક 65 વર્ષની ઘરડી મહિલા યાત્રીની કથિત રીતે કપડાં ઉતરાવી તલાશી લેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલાને નિર્વસ્ત્ર કરીને ચેકિંગનો મામલામાં બે મહિલા ટિકીટ ચેકર્સ સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે.

જનતાને કહો અચ્છે દિન આ રહે હૈ- નરેન્દ્ર મોદી

જનતાને કહો અચ્છે દિન આ રહે હૈ- નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: જનતાને કહો કે સારા દિવસો આવી રહ્યાં છે. આ શબ્દ આપણા નરેન્દ્ર મોદીના છે. નરેન્દ્ર મોદીએ આજે પોતાના સાંસદોને કહ્યું કે જનતા સુધી સારા દિવસોનો સંદેશો પહોંચાડવાનું કામ કરે. જનતાને કહો કે સારા દિવસો આવી રહ્યાં છે. નરેન્દ્ર મોદી પોતાના બધા સાંસદો સાથે બેઠક કરી આ વિશે ચર્ચા પણ કરી રહ્યાં છે કે જનતામાં વિશ્વાસ કેવી રીતે જાળવી રખાય. નરેન્દ્ર મોદીએ પોતાના બધા સાંસદોને સલાહ આપી કે જનતાને કહો કે સારા દિવસો જલદી આવી રહ્યાં છે.

વડાપ્રધાને પોતાના સાંસદોને કહ્યું હતું કે લોકોને કહો કે ભાજપ કઇ દિશામાં કામ કઇ રહ્યું છે કેવી રીતે સરકાર સારા દિવસો માટે પગલાં ભરી રહી છે. સારા દિવસો આવતાં તેમને કયા-કયા ફાયદા મળી શકે છે. નરેન્દ્ર મોદીની કેબિનેટ સારા દિવસો લાવવાના વિશેષ પ્રસ્તાવ પર દસ ઓગષ્ટથી કામ શરૂ કરી રહી છે.

કેબિનેટ સચિવ અજિત સેઠે સરકારના બધા મંત્રીઓ અને વિભાગોને બજેટ પ્રસ્તાવો પર 10 ઓગષ્ટથી કામ શરૂ કરવા માટે કહ્યું છે. કારણ કે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે 15 ઓગષ્ટના દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરે તો તેમની પાસે કહેવા માટે સારી વાતો હોય.

જમ્મૂના કઠુઆમાં બે જૂથો વચ્ચે મારામારી

જમ્મૂના કઠુઆમાં બે જૂથો વચ્ચે મારામારી

જમ્મૂ: જમ્મૂના કઠુઆમાં બે જુથો વચ્ચે મારામારીની ઘટના સર્જાઇ છે. બે જુથો વચ્ચે જોરદાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટનાનું કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસની ટીમો ગોઠવી દેવામાં આવી છે. આ ઘટના કઠુઆના પૂંડ વિસ્તારમાં સર્જાઇ છે જે હાલ તણાવભર્યો માહોલ છે.

સહારનપુર બાદ રામપુરમાં હિંસા 3ના મોત, 5ને ઇજા

સહારનપુર બાદ રામપુરમાં હિંસા 3ના મોત, 5ને ઇજા

યુપીમાં રામપુરના અજીમનગરની ઘટનામાં બે જુથો વચ્ચે અથડામણ થતાં પોલીસ ફાયરિંગમાં 3ના મોત નિપજ્યાં છે. જ્યારે 5 લોકોને ઇજા પહોંચી છે. તાજેતરમાં મળતી માહિતી મુજબ બાઇક ટક્કરના મુદ્દે બે જુથો વચ્ચે અથડામણ થઇ હતી.

વાઇરસ ચોરે છે ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો પાસવર્ડ નંબર

વાઇરસ ચોરે છે ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો પાસવર્ડ નંબર

નવી દિલ્હી: સાઇબર સુરક્ષા તજજ્ઞોએ દેશમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ધારકોને એક એવા વાઇરસથી સર્તક રહેવાની ચેતાવણી આપી છે જે કાર્ડ નંબર અને પાસવર્ડ જેવા ગોપીનીય આંકડા ચોરવા માટે પ્લાઇંટ ઓફ સેલ (પી.ઓ.એસ) વેપારો કાઉન્ટરો પર હુમલો કરે છે. ખતરનાક ટ્રોજન.બોટનૈટ પરિવારનો આ વાઇરસ ઘરેલૂ ઓનલાઇન મીડિયામાં ફરી રહ્યો છે અને સી.ઇ.આર.ટી.ઇન દ્વાર 'બ્રૂટપૉસ' તરીકે તેની ઓળખ કરવામાં આવી છે. સી.ઇ.આર.ટી.ઇન ભારતીય ઇન્ટરનેટ ક્ષેત્રમાં હેકિંગ, ફિશિંગ વગેરેના મુકાબલો કરનાર પ્રમુખ રાષ્ટ્રીય એજન્સી છે.

મહિલાના કપડાં ઉતરાવી કરી ચેક, ટીસી સસ્પેંડ

મહિલાના કપડાં ઉતરાવી કરી ચેક, ટીસી સસ્પેંડ

નવી દિલ્હી: મુંબઇ લોકલ ટ્રેનમાં મહિલા સાથે ગેરવર્તણૂકનો મામલો સામે આવ્યો છે. લોકલ ટ્રેનમાં એક 65 વર્ષની ઘરડી મહિલા યાત્રીની કથિત રીતે કપડાં ઉતરાવી તલાશી લેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલાને નિર્વસ્ત્ર કરીને ચેકિંગનો મામલામાં બે મહિલા ટિકીટ ચેકર્સ સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે.

જો કે મહિલા લોકલ ટ્રેનમાં મહિલા યાત્રીની પાસે સેકન્ડ ક્લાસની ટિકીટ હતી અને તે ભૂલથી ફર્સ્ટ ક્લાસ કંપાર્ટમેન્ટમાં ચઢી ગઇ હતી. પશ્વિમ રેલવે ડિવીજનલ રેલવે મેનેજર શૈલેન્દ્ર કુમારે જણાવ્યું કે શરૂઆતી તપાસ બાદ બંને મહિલા ટીસીને સસ્પેંડ કરી દેવામાં આવી છે.

વરસાદનું એલર્ટ, ભૂસ્ખલનથી 5ના મોત

વરસાદનું એલર્ટ, ભૂસ્ખલનથી 5ના મોત

લખનઉ: ઉત્તરાખંડમાં 10 દિવસ સુધી ભારે વરસાદ બાદ હવામાન વિભાગે સોમવારે રાજ્યમાં આગામી 48 કલાકોમાં ફરીથી ભારે વરસાદ વરસવાને લઇને એલર્ટ જાહેર કરવામાં આવેલ છે, જ્યારે રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનમાં પાંચ લોકોના મોત નિપજ્યાં છે.

રાજ્યના નૈનીતાલ, ચમોલી, ચંપાવત, ઉત્તરકાશી અને રાજધાની દેહરાદુન સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ચેતાવણીના કારણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. 16-17 જુલાઇના રોજ વરસાદના લીધે મોટાભાગની નદીઓમાં પૂરની સ્થિત બનેલી છે. અધિકારીઓને આ નદીઓની આસપાર વધારે સતર્કતા વર્તવા માટે કહેવામાં આવ્યું છે. ઉત્તરાખંડના ઘારચુલા વિસ્તારમાં પાંગલામાં શનિવારથી વરસતા વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનમાં એક પરિવારના પાંચા લોકોના મોત નિપજ્યાં છે.

સહારનપુર હિંસા: ધીમે-ધીમે સામાન્ય થઇ રહી છે સ્થિતિ

સહારનપુર હિંસા: ધીમે-ધીમે સામાન્ય થઇ રહી છે સ્થિતિ

સહારનપુર: યુપીના સહારનપુરમાં સ્થિતિ પહેલાંના મુકાબલે શાંતિ જોવા મળી રહી છે. શહેરના ખૂણેખૂણે પોલીસ બળ તૈનાત છે અને નાના ડ્રોનની મદદથી સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. વહિવટીતંત્રએ ગત 48 કલાકોથી જાહેર કર્ફ્યૂમાં સોમવારે ઢીલ આપવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી આ કેસમાં 38 લોકોની ધરપકડ કરવામાં આવે છે.

સોમવારે સહારનપુરના નવા વિસ્તારમાં 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી અને જુના શહેરમાં બપોતના 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી કર્ફ્યૂમાં ઢીલ આપવામાં આવશે. કર્ફ્યૂમાં ઢીલ દરમિયાન બજાર ખુલશે અને લોકો પોતાની જરૂરિયાતનો સામાન ખરીદી શકશે. હિંસાની ઘટનાને લઇને આરોપ પ્રત્યારોપોનો સિલસિલો ચાલુ છે. ભાજપે સપા પર વોટ બેંકના રાજકારણનો આરોપ લગાવ્યો છે તો કોંગ્રેસે મૌન માટે ઉત્તર પ્રદેશ સરકારને જવાબદાર ગણાવી છે.

બિહાર પેટાચૂંટણી JDU-RJD ચાર-ચાર સીટો પર, કોંગ્રેસ 2 સીટો પર લડશે ચૂંટણી

બિહાર પેટાચૂંટણી JDU-RJD ચાર-ચાર સીટો પર, કોંગ્રેસ 2 સીટો પર લડશે ચૂંટણી

પટના: બિહાર વિધાનસભાની 10 સીટો માટે થનાર પેટાચૂંટણી માટે જેડીયૂ, આરજેડી અને કોંગ્રેસની વચ્ચે સીટોની વહેંચણી કરવામાં આવી છે. જેડીયૂ અને આરજેડી ચાર-ચાર સીટો પર ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસ 2 સીટો પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે. પેટાચૂંટણી માટે જેડીયૂ-આરજેડી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ વચ્ચે ફોન પર વાતચીત બાદ ફોર્મૂલા નક્કી થયો. બંને ટોચના નેતાઓ વચ્ચે શુક્રવારે અને શનિવારે વાત થઇ. જેડીયૂ નેતા શ્યામ રજકે લાલૂ પ્રસાદ સાથે શનિવારે મુલાકાત કરી આ સંબંધમાં વાત કરી છે.

4 રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી નહી લડે AAP: કેજરીવાલ

4 રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી નહી લડે AAP: કેજરીવાલ

સંગરૂર: આમ આદમી પાર્ટીએ રવિવારે એ વાતની જાહેરાત કરી છે કે તે હરિયાણા, મહારાષ્ટ્ર, જમ્મૂ-કાશ્મીર અને ઝારખંડમાં યોજાનાર આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લેશે નહી. પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પાર્ટીની ત્રણ દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બાદ કહ્યું હતું કે પાર્ટી 21 ઓગષ્ટના રોજ પંજાબમાં બે વિધાનસભા સીટો પર થનાર પેટાચૂંટણીમાં ભાગ લેશે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે પાર્ટી હરિયાણા, મહારાષ્ટ્ર, જમ્મૂ-કાશ્મીર અને ઝારખંડની આગામી વિધાનસભાની ચૂંટણી લડશે નહી.

English summary
A 65-year-old woman passenger was allegedly strip searched by two women ticket checkers after she erroneously entered the first class compartment of a suburban local while carrying a second class ticket, following which the TCs have been suspended.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X