News In Brief: બિહારમાં 6 બેઠકો પર લાલુ-નીતિશ છવાયા

lalu nitish
નવી દિલ્હી, 25 ઑગસ્ટઃ દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

1.00 pm: બિહારની 10 બેઠકોમાંથી 8ના આવેલા પરિણામોમાં ચાર બેઠકો પર નીતિશ અને લાલુની જોડીએ કમાલ કરી છે. જ્યારે અન્ય ચાર બેઠક ભાજપના ખાતામાં ગઇ છે. બાકીની બે બેઠકો પર અન્ય ગઠબંધન પાર્ટીઓ આગળ ચાલી રહી છે.

10.00 am: મધ્ય પ્રદેશના રતલામ જિલ્લામાં બસ અને ટ્રકની ટક્કરમાં સાત લોકોના મોત થઇ ગયા, જ્યારે 40 લોકો ઘાયલ થયા છે.

9.30 am: દિલ્હીના કેનોટ પ્લેસ વિસ્તારમાં એક ઇમારતના પહેલા માળ પર આજે સવારે વહેલા આગ લાગી ગઇ. ઘટના સ્થળે ફાયર બ્રિગેટની 11 ટીમો પહોંચી ગઇ છે.

9.00 am: ઓસ્કર વિજેતા અભિનેતા-દિગ્દર્શક રિચાર્ડ એટનબરૉ જેઓ પોતાની 'ગાંધી' અને 'જ્યૂરાસીક પાર્ક' ફિલ્મોથી જાણીતા હતા, તેમનું 90 વર્ષની વયે નિધન થયું છે.

8.35 am: 4 રાજ્યોની 18 બેઠકો માટેની મતગણતરી શરૂ.

8.25 am: લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી, તપાસ માટે મુંબઇ લઇ જવાયા.

8.10 am: પાકિસ્તાન સતત જમ્મ-કાશ્મીરની સરહદો પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

8.00 am: ચાર રાજ્યોની પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. 4 રાજ્યોની 18 બેઠકો પર થયેલી પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થશે.

7.55 am: મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં આવેલ ચિત્રકૂટના કામતનાથ મંદિરમાં નાસભાગ મચી ગઇ. આ નાસભાગમાં 10 લોકોના મોત થઇ ગયા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X