News In Brief: કાર્ડિફ વનડેમાં ઇંગ્લેન્ડ જીત્યો ટોસ, ભારતને બેટિંગ માટે આમંત્રણ

bsf
નવી દિલ્હી, 26 ઑગસ્ટઃ દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

3.00 PM: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યૂક્રેનના રાષ્ટ્રપતિ પેટ્રો પોરોશેંકોની વચ્ચે મંગળવારે બેલારુસની રાજધાની મિસ્કમાં દ્વિપક્ષીય બેઠક શરૂ કરી.

2.45 PM: ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા હોલાંદે મંગળવારે વડાપ્રધાન મૈનએલ વોલ્સના નવા મંત્રિમંડળની જાહેરાત કરી.

2.40 PM: પશ્ચિમ લંડનમાં નોટિંગ હિલ કાર્નિવલ દરમિયાન અલગ-અલગ અપરાધિક ઘટનાઓમાં 252 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

2.37 PM: કાર્ડિફ વનડેમાં ઇંગ્લેન્ડ જીત્યો ટોસ, ભારતને બેટિંગ માટે આમંત્રણ

2.15pm: આસિયાનની સાથે બનનાર સંપર્ક ક્ષેત્રનો સંપૂર્ણ ઉપયોગ થાય તેના ઉદ્દેશ્યથી ભારતે આ પ્રસ્તાવ રાખ્યો છે કે ભારત, મ્યાનમાર અને થાઇલેન્ડને ત્રિપક્ષીય રાજમાર્ગ માટે પારગમન પરિવહન સમજૂતી પર વાર્તા શરૂ કરવી જોઇએ.

1.00pm: યૂક્રેનની સરકારે મંગળવારે જણાવ્યું કે તેના સૈનિકોએ પૂર્વ યૂક્રેનમાં સંઘર્ષમાં 247 વિદ્રોહિયોને ઠાર માર્યા છે.

12.15pm: બરાક ઓબામાએ સીરિયામાં હવાઇ દેખરેખ રાખવાને મંજૂરી આપી.

11.15am: દાગીઓને મંત્રી બનાવવા ન જોઇએ: સુપ્રીમ કોર્ટ

11.00am: લવ જેહાદ કેસમાં શૂટર તારા શાહદેવનો આરોપી પતિ રંજીત ઉર્ફ રકીબુલની દિલ્હીમાં ધરપકડ

10.30am: એમપીના જબલપુરમાં કથિત રેગિંગ બાદ વળીને જોતાં એક વિદ્યાર્થીને માથામાં ચાકુ મારીને કર્યો ઘાયલ

10.00am: લવ જેહાદ પર ભાજપના સાંસદ યોગી આદિત્યનાથનો વિવાદાસ્પદ વીડિયો આવ્યો સામે

9.30am: ફક્ત 100 રૂપિયામાં બુક કરો એરઇન્ડિયાની હવાઇ ટિકીટ

9.15 am: સરહદ પર ગોળીબાર અને સંઘર્ષ વિરામના ઉલ્લંઘનને રોકવાના ભારતના પ્રયાસોની વચ્ચે સુરક્ષા બળના મહાનિદેશક ડીકે પાઠકે આજે જણાવ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિતિને સામાન્ય બનાવવામાં સહકાર નથી આપી રહ્યો.

9.00 am: અટલબિહારી વાજપેઇ, લાલકૃષ્ણ આડવાણી અને મુરલી મનોહર જોશી જેવા કદ્દાવર નેતાઓના યુગનો અંત આવી ગયો છે. જેના સંકેત આપતા ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે મુખ્ય નીતિ નિર્ધારણ સમિતિમાં આ નેતાઓને કોઇ સ્થાન નથી આપ્યું.

8.40 am: રાજસ્થાનના નવનિયુક્ત રાજ્યપાલ કલ્યાણસિંહે જણાવ્યું કે હું રાજસ્થાનનો સેવક બનીને રાજસ્થાન જઇ રહ્યો છું.

8.30 am: બંગાળ ક્રિકેટ સંઘના સચિવ આદિત્ય વર્માએ આવતા મહિને યોજાનારી સામાન્ય સભાને રદ્દ કરવા માટે બીસીસીઆઇના કોઇ પણ પગલાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

8.20 am: ભાજપ નેતા અને મુઝફ્ફરનગર રમખાણોના આરોપી સંગીત સોમને જેડ પ્લસ શ્રેણીની સુરક્ષા આપવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર મંગળવારે ભારે વિવાદ જગાવ્યો. જ્યારે ભાજપ નેતાઓએ સોમને ખતરાના આધારે સુરક્ષાને યોગ્ય ગણાવી.

8.00 am: ઇબોલા વાઇરસગ્રસ્ત લાઇબેરિયાથી મંગળવારે સ્વદેશ પાછા ફરેલા 79 ભારતીયોની ઇબોલા તપાસ કરવામાં આવી. જોકે તપાસમાં તમામ લોકો સ્વસ્થ મળી આવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X