News In Brief: મોદીએ કહ્યું આતંકવાદની આડમાં લડી રહ્યું છે પાક

narendra modi
નવી દિલ્હી, 12 ઓગષ્ટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત માટે પહોંચ્યા છે. નરેન્દ્ર મોદી હાલમાં ભારતીય વાયુ દળના વિમાન દ્વારા લેહમાં પહોંચી ગયા છે. મોદી અત્રે જવાનો સાથે મુલાકાત કરશે, ઊર્જા પરિયોજનાનું પણ ઉદઘાટન કરશે. અત્રે નોંધનીય છે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીની જમ્મુ-કાશ્મીરમાં બીજી મુલાકાત છે.

દેશ-દુનિયાના તમામ સમાચારોથી અહીં રહો અપડેટ...

2.00pm: નવી દિલ્હી: એઆઇડીએમકેના સાંસદ એમ થંબીદુરઇનું લોકસભાના ડેપ્યુટી સ્પીકર ચુંટાવવું લગભગ નક્કી છે. થંબીદુરઇએ મંગળવારે ડેપ્યુટી સ્પીકર પદ માટે પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું છે.

1.00pm: નવી દિલ્હી: ભારતીય હોકીના મહાન ખેલાડીને રહી ચૂકેલા સ્વ. મેજર ધ્યાનચંદને ભારત રત્નથી સન્માનિત કરવાની લાંબા સમય ચાલતી માંગ હવે હકિકતમાં બદલાતી જોવા મળી રહી છે. ગૃહ મંત્રાલયે ધ્યાનચંદને ભારત રત્નથી સન્માનિત કરવાને લઇને પીએમઓને ભલામણ કરી છે.

12.00 pm: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પડદા પાછળ યુદ્ધ ચાલુ રાખવાને કારણે પાકિસ્તાનની ટિકા કરી છે.

11.30 am: અમેરિકન રાષ્ટ્રપતિ ઓબામાએ ઇરાકમાં વડાપ્રધાન પદ માટે નામિત સંસદના ઉપાધ્યક્ષ હૈદર અલ-અબાદીને સમાવેશી સરકાર રચવાની અપીલ કરી છે.

11.10 am: પાકિસ્તાન પારંપારિક યુદ્ધ લડવાની તાકાત ગુમાવી ચૂક્યું છે, પરંતુ આતંકવાદના પરોક્ષ યુદ્ધમાં લાગેલું છે: મોદી

11.00 am: નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર સામે લડત આપવા માટે પણ લોકોને અપીલ કરી.

10.00am: અમિત શાહને નવી ટીમની જાહેરાત આજે, રામલાલ, રામ માધવ અને જે પી નડ્ડા બનશે મહાસચિવ!

9.30am: સ્પેન પોલીસે માનવ તસ્કરીમાં લિપ્ત 72 લોકોની ધરપકડ કરી લીધી છે.

9.15am: ઓસ્કાર વિજેતા રોબિન વિલિયમ્સ કેલિર્ફોનિયા ખાતેના તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા. અધિકારીક સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યા કરી હોવાનું મનાઇ રહ્યું છે.

9.00am: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કારગીલ આવીને આર્મી અને આઇએએફના જવાનો સાથે મુલાકાત લેશે.

8:51 am: જમ્મુ-કાશ્મીરના પંપોર વિસ્તારમાં આતંકી હુમલો થયો છે. જોકે આજે નરેન્દ્ર મોદી લદ્દાખની મુલાકાત લેવાના છે.

8:45 am: સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું કે ભારતમાં ક્યાંય પણ ઇબોલા વાયરસનો કેસ નથી અમે ખૂબ જ ચીવટાથી તમામ વિદેશી પ્રવાસીઓ અને એનઆરઆઇને તપાસી રહ્યા છીએ.

8:30 am: કડક સુરક્ષા વચ્ચે નરેન્દ્ર મોદી આજે કરશે લેહની મુલાકાત.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X