For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News in Brief: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ,યુપી, બિહાર, સહિત અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં સતત થઇ રહેલા વરસાદના લીધે ઘણા રાજ્યોમાં તબાહી જેવી સ્થિતી છે. વરસાદના લીધે જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. ઉત્તર પ્રદેશમાં શ્રાવસ્તી, બલરામપુર અને લખીમપુર ખીરી સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં હાલાત ખરાબ છે. ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં રાપ્તી નદીમાં જળસ્તર વધવાથી હજારો ગામમાં પાણી ભરાઇ ગયા છે અને ભારે પ્રવાહના લીધે રસ્તાઓ પણ ધોવાઇ ગયા છે.

નેપાળની તરફથી પાણી છોડવામાં આવતાં યુપીના બહરાઇચમાં પણ પૂરે તબાહી મચાવી છે. બહરાઇચ જિલ્લામાં ત્રણ તાલુકાઓમાં ભારે તબાહી છે. બહરાઇચના 100 ગામની લગભગ એક લાખ જેટલી વસ્તી પ્રભાવિત થઇ છે અને અત્યાર સુધી પાંચ લોકો મોતને ભેટ્યા હોવાના સમાચાર છે. બહરાઇચમાં વહિવટીતંત્ર લોકોને સુરાક્ષિત જગ્યાએ લઇ જવામાં લાગેલું છે. ફસાયેલા લોકોને નિકાળવા માટે હેલિકોપ્ટર લાવવાની તૈયારી પણ છે.

rain

સુપ્રભાત! વનઇન્ડિયા પર તમારું સ્વાગત છે. દિવસભરના મોટા અને બ્રેકિંગ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો:

5.00pm: ટેસ્ટ કેરિયરની અંતિમ ઇનિંગમાં અર્ધશતક સાથે વિદાય લીધી જયવર્ધને

4.00pm: પાકિસ્તાન દ્વારા મેંઢરમાં LoC પર ફાયરિંગ, ભારત દ્વારા જવાબી કાર્યવાહી

3.00pm: કુલસ્તે નારાજ, કહ્યું: મોદી સીએમમાંથી પીએમ બની ગયા, અને ત્યાં જ ઘસાઇ રહ્યાં છીએ.

2.00pm: સમાજવાદી પાર્ટીના રિપોર્ટમાં સહારનપુર રમખાણો માટે ભાજપ સાંસદની ભૂમિકા પર સવાલ

1.30pm: 'પેનાસોનિકે લોંચ કર્યો ડબલ ટેપ ડ્યુઅલ સિમ સ્માર્ટફોન 'ઇલુગા A'

11.30am: Box Office: બે દિવસોમાં 'સિંઘમ રિટર્સે' કરી 50 કરોડથી વધુની કમાણી

10.30am: ગઇકાલે રાત્રે લગભગ 1 વાગે વૈષ્ણોદેવીએ માર્ગ પર ભેખડ ધસી પડતાં સાત શ્રદ્ધાળુને ઇજા પહોંચી છે. શ્રદ્ધાળુઓને સારવાર માટે જમ્મૂ મોકલવામાં આવ્યા છે.

10.00am: પાકિસ્તાન દ્વારા ફરી સીઝફાયરનું ઉલ્લંઘન, જમ્મૂના આરએસપુરા સેક્ટરમાં ગઇકાલે રાત્રે ફાયરિંગ કર્યું હતું.

9.30am: ભ્રષ્ટાચારને લઇને પાકિસ્તાનમાં નવાજ શરીફ સરકાર વિરૂદ્ધ પ્રદર્શન, ઇમરાન ખાન સહિત હજારો લોકો ધરણા પર.

10.00am: વિધાનસભાની 10 સીટો માટે આજે નીતિશ-લાલૂ ફરી લગાવશે જોર. ત્રણ જગ્યાએ એક સાથે કરશે પ્રચાર.

English summary
Latest News in Brief of August 17.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X