For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Brief: 24 કલાકમાં ત્રીજીવાર કર્યું પાક. સેનાએ ફાયરિંગ

|
Google Oneindia Gujarati News

pakistan
નવી દિલ્હી, 18 ઓગષ્ટ: ભારતમાં મોદી સરકાર રચાઇ ત્યારે એવું લાગી રહ્યું હતું કે ભારત-પાકિસ્તાનના સંબંધોમાં મીઠાશ આવશે, અને ક્લેશ દૂર થશે, પરંતુ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવું. પાકિસ્તાની સેનાએ સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કરવાનું ચાલુ રાખ્યું છે.

દેશ-દુનિયાના તમામ સમાચારોથી અહીં રહો અપડેટ...

5.30pm: દિલ્હીમાં ફાઇવ સ્ટાર હોટલમાં નર્સની સાથે ગેંગરેપ

5.00pm: ઓવલમાં સ્લો ઓવર રેટિંગ માટે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર મેચની ફીસનો 60 ટકા દંડ ફટકારવામાં આવ્યો. ટીમ ઇન્ડિયાએ નિર્ધારિત સમયમાં ઓછી ઓવર ફેંકી.

4.00pm: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ માટે દેશમાં ઇમરજન્સી લગાવવી હેરાન કરી દેનાર પગલું હતું અને તેમનું કહેવું છે કે તેનાથી દેશમાં ભયનો માહોલ પેદા થયો. તેમની પુત્રીના પુસ્તકમાં આ વાત કહેવામાં આવી છે.

3.00pm: મહિલા બેંક કર્મચારીઓને ટૂંક સમયમાં મળશે મનપસંદ જગ્યાએ બદલીની સુવિધા.

2.00pm: 'સાધ્વી પ્રજ્ઞા પ્રત્યે ખરાબ નિયત બની સુનીલ જોશીની હત્યાનું કારણ'

1.00pm: મહિલાએ હનીમૂનના ચૂંબનના ફોટા ફેસબુક કર્યા અપલોડ, કોર્ટે હટાવવાનો કર્યો આદેશ.

12.00pm: અન્યાય રોકવા માટે હિટલર બનવા માંગુ છું: કેસીઆર

11.00am: ઇગ્લેંડમાં મળેલી આકરી હાર બાદ ધોનીએ ટેસ્ટમાંથી કેપ્ટનશિપ છોડવાના આપ્યા સંકેત

10:30 am: સંઘ પ્રમુખ મોહન ભાગવતે એક વાર ફરી વિવાદીત નિવેદન આપ્યું છે. ભાગવતે જણાવ્યું કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુત્વ તેની ઓળખ છે. તેમણે જણાવ્યું હિન્દુત્વ આપણા રાષ્ટ્રની ઓળખ છે અને તમામને પોતાની અંદર સમાવી શકે છે.

વધુ વાંચવા માટે ક્લિક કરો... વધુ વાંચવા માટે ક્લિક કરો...

10.00 am: મુંબઇમાં ઘણા વિસ્તારોમાં દહી-હાંડીનો ઉત્સવ શરૂ. ઠેરઠેર લોકોનો જમાવડો. જેના પગલે મુંબઇમાં ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ પણ સર્જાઇ રહી છે.

9:45 am: ફતેપુરમાં તિરંગાની નીચે એક બાળકી સાથે બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે. આ શરમજનક ઘટના 15 ઓગષ્ટની છે.

9:40 am: પાકિસ્તાનમાં ઇમરાન ખાનની પાર્ટીનું પ્રદર્શન સોમવારે પણ જારી. આ પ્રદર્શન વડાપ્રધાન નવાઝ શરીફની વિરુદ્ધ ચાલી રહ્યું છે. જોકે હવે પાકિસ્તાન સરકાર પ્રદર્શનકારીઓ સાથે વાતચીત માટે તૈયાર થઇ ગઇ છે.

9.35 am: ઉત્તર પ્રદેશના ફૈઝાબાદની વિદ્યાર્થિની સાથે ગેંગરેપ કરી, તેને બારાબંકીમાં માર્ગ પર ફેંકવામાં આવી જ્યાં તેનું મોત થઇ ગયું.

9.30am: ઇગ્લેંડે ભારતને 244 રનથી રગદોળ્યું, સીરીઝ 3-1થી કરી પોતાના નામે.

8:53 am: ત્રિપોલીમાં થઇ રહેલા સંઘર્ષની યુનાઇટેડ નેશન્સ મિશન દ્વારા નિંદા કરવામાં આવી છે.

8:30 am: અમેરિકા ઇરાકી સેનાના હથિયારધારી વાહનોને નષ્ટ કરી રહ્યું છે.

8:15 am: નાઇજીરીયાના ભારતીય પ્રતિનિધિમાં ઇબોલા વાયરસના સંકેત દેખાયા બાદ મૃત્યું પામ્યા

8:00 am: છેલ્લા 24 કલાકમાં ત્રીજીવાર પાકિસ્તાની સૈનિકો દ્વારા સિઝફાયરનું ઉલ્લઘન કરવામાં આવ્યું છે. પાક. સેનાએ 20 જેટલી બીએસએફ ચોકીઓને પોતાનો નિશાનો બનાવ્યો છે.

English summary
Latest News in Brief of August 18.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X