• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

News In Brief ( August 6): ગીતા ભણાવવી સંવિધાનના વિરૂદ્ધ નથી, 'રાષ્ટ્રીય પુસ્તક' જાહેર થાય: RSS

|

નવી દિલ્હી, 6 ઓગસ્ટ: ઉત્તર પ્રદેશના ચુનાર વિસ્તારના ગંગાપુર ગંગાઘાટની પાસે મંગળવારે બપોર પછી વારાણસીના બેટાવર ગંગાઘાટથી 40 લોકોને લઇને જઇ રહેલી એક નાવ બેલેન્સ બગડી જવાને કારણે પલટી ખાઇ ગઇ. જેમાંથી 22 લોકોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા જ્યારે બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને અન્યોની તલાશ હજી ચાલું છે. આ દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

દેશ-દુનિયાના તમામ સમાચારોથી અહીં રહો અપડેટ...

08.55pm : ગુજરાતમાં દરિયાની 46.30 ટકા પટ્ટીમાં ધોવાણ, જોખમમાં વધારાના સંકેત08.30pm : ગુજરાતની ST બસોમાં આવતા સપ્તાહે 10 ટકા ભાડા કાપ : નીતિન પટેલ

08.12pm : નવેમ્ગુબર પહેલા ગુજરાતમાં વિધાનસભાની 9 અને લોકસભાની એક બેઠક માટેની પેટા ચૂંટણીની તૈયારી શરૂ

07.35pm : અમદાવાદમાં ટૂંક સમયમાં શરૂ થશે હ્યુમન મિલ્ક બેંક

07.05pm : ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જાહેરાત કરી છે કે રાજ્યમાં મહિલા સંચાલિત વિશેષ વેચાણ મેળા યોજાશે.

06.45pm : રાજ્‍યના પૂર્વ કૃષિ સહકાર મંત્રી દિલીપ સંઘાણીને નેશનલ એગ્રીકલ્‍ચર કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઈન્‍ડીયામાં ડીરેકટર તરીકે (કો-ઓપ્‍ટ) તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે.

05.45pm : ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રક્ષાબંધન નિમિત્તે રાજ્યના 14,000 જેટલા સરપંચોને રાખડી મોકલવાનું શરૂ કર્યું છે.

અરૂણ જેટલીનો રાહુલ પર વળતો પ્રહાર, 'રાજમહેલમાં 'તખ્તાપલટ'ના પ્રયત્નો સામે ઝઝૂમી રહી છે કોંગ્રેસ

5.00pm: નવી દિલ્હી: કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ આંતરિક વિરોધ સામે ઝઝૂમી રહી છે અને ટોચના નેતૃત્વને લઇને પ્રશ્નો ઉદભવી રહ્યાં છે. અરૂણ જેટલીએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું કે આ આરોપ આક્રમકતા દર્શાવવાનો પ્રયત્ન છે. નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે જો કે કોંગ્રેસ 'રાજમહેલમાં તખ્તાપલટ'ના પ્રયત્નો સામે ઝઝૂમી રહી છે, અને તેમના ઘરમાં ઘણી સમસ્યાઓ છે.

વીરભદ્ર સિંહ વિરૂદ્ધ પ્રથમ દ્રષ્ટિએ મની લોન્ડ્રિંગનો કેસ બને છે: કેન્દ્ર સરકાર

4.30pm: નવી દિલ્હી: કેન્દ્ર સરકારે આજે દિલ્હી હાઇકોર્ટને કહ્યું કે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ વિરૂદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ પ્રથમ દ્રષ્ટિએ બનવો જોઇએ. મુખ્ય ન્યાયાધીશ જી રોહિણી અને ન્યાયમૂર્તિ જયંત નાથની ખંડપીઠે ઇન્કમ ટેક્સ વિભાગને એક અઠવાડિયામાં મુખ્યમંત્રીના કર આકારણી રેકોર્ડ તથા અન્ય દસ્તાવેજો પણ તેમની સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

3.00pm: UPSC પરીક્ષા વિવાદ: સીસેટને લઇને સરકાર હવે કોઇ ફેરફાર કરશે નહી!

ભગવત ગીતા ભણાવવી સંવિધાનના વિરૂદ્ધ નથી, 'રાષ્ટ્રીય પુસ્તક' જાહેર થાય: આરએસએસ

2.30pm: તિરૂવનંતપુરમ: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એ.આર.દવે દ્વારા સ્કુલોમાં ગીતા ભણાવવાની વાતને સમર્થન કરતાં આરએસએસના એક પ્રમુખ વિચારકે બુધવારે કહ્યું કે ગીતા ફક્ત ધાર્મિક ગ્રંથ નથી, આ એક ઉત્કુષ્ટ આદ્યાત્મિક અને દાર્શનિક કૃતિ પણ છે. તેની સાથે જ તેમણે ગીતાને 'રાષ્ટ્રીય પુસ્તક' જાહેર કરવાની અપીલ કરી હતી.

2.05pm: નેપાળના ગ્રામીણ વિસ્તારોમાં શનિવારે આવેલા ભૂકંપમાં 156 લોકોના મોત થયા છે.

1.30pm: પાકિસ્તાનમાં શીખ વ્યક્તિની હત્યા. પેશવારના એક બજારમાં બંધૂકધારીઓએ શીખોના એક સમૂહ પર ગોળીબાર કર્યો. જેમાં એક શીખ વ્યક્તિનું મોત થયું છે.

1.05pm: પૂર્વ અફગાનિસ્તાનમાં સુરક્ષા બળોએ આતંકવાદીઓના ગુપ્ત ઠેકાણાઓ પર હુમલો કરીને છ આતંકવાદીઓને ઠાર માર્યા. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી.

12.30pm: ચીનમાં રવિવારે આવેલા ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધીને 589 થઇ ગઇ છે. આ જાણકારી અધિકારીઓએ બુધવારે આપી.

12.05pm: કોંગ્રેસ સાંસદોની સાથે લોકસભાના વેલમાં ઉતર્યા રાહુલ ગાંધી. કોંગ્રેસે પ્રશ્નકાળ સ્થગિત કરી ચર્ચા કરવાની માંગણી કરી છે.

11. 20am: લોકસભામાં સાંપ્રદાયિક હિંસા પર ચર્ચાની માંગને લઇને કોંગ્રેસનો હંગામો, વેલમાં ઉતરીને રાહુલ ગાંધી વિરોધ વ્યક્ત કર્યો.

11.00am: હંગામાના લીધે લોકસભાની કાર્યવાહી સ્થગિત. સાંપ્રદાયિક હિંસા પર ચર્ચા માટે લોકસભામાં કોંગ્રેસનો હંગામો.

10:30am: જુવનાઇલ જસ્ટિસ એક્ટમાં ફેરફારની તૈયારી, કબિનેટની આજે બેઠક

10:25am: મેરઠ ગેંગરેપ, ધર્મ પરિવર્તન કેસ: સીબીઆઇ તપાસની માંગ, કેન્દ્રએ યુપી પાસે માંગ્યો રિપોર્ટ

10:20am: માની ગયા નારાયણ રાણે, રાજીનામું લીધું પરત, પરંતુ કહ્યું- જીતનો વિશ્વાસ નથી.

ચાચા ચૌધરી, સાબૂને જન્મ આપનાર કાર્ટૂનિસ્ટ પ્રાણનું નિધન

10.20am: ગુડગાંવ: એક દુખદ સમાચાર ગુડગાંવથી આવી રહ્યાં છે, દેશભરમાં મશહૂર કાર્ટૂનિસ્ટ પ્રાણ કુમાર શર્માનું બુધવારે સવારે નિધન થઇ ગયું છે. તે 75 વર્ષના હતા અને લાંબા સમયથી બિમારીથી પિડાતા હતા.

10.10 am: દેશના શેરબજારોમાં બુધવારે શરૂઆતી કારોબારમાં ઘટાડો નોંધાયો હતો. સેંસેક્સ 33.41 પોઇંટના ઘટાડા સાથે 25,874.60 પર અને નિફ્ટી 16.10 પોઇંટના ઘટાડા સાથે 7,730.45 પર કારોબાર કરતા નોંધાયા.

10.00 am: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી કે હજી સુધી દિલ્હીમાં સરકાર શા માટે બની નથી. આ ઉપરાંત કોર્ટે અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી અને ધારાસભ્યોને ફટકાર લગાવતા જણાવ્યું કે જનતા પૈસે લેર કરનારા ધારાસભ્યો શું કરે છે?

9.40 am: ઘરેલું મોબાઇલ ઉપ્તાદન કંપની કાર્બને પોતાના બે સસ્તા સ્માર્ટફોન લોન્ચ કર્યા. જેની કિંમત 3290થી 3490 રૂપિયા રાખવામાં આવી છે.

9.15 am: નેપાળમાં 18માં શિખર સમ્મેલનું 22થી 27 નવેમ્બરની વચ્ચે આયોજન થશે.

8.52 am: દેશના જાણીતા કાર્ટૂનિસ્ટ પ્રાણ કુમાર શર્માનું બુધવારે સવારે નિધન થઇ ગયું છે. તેઓ 75 વર્ષના હતા અને લાંબા સમયથી બિમાર હતા. તેમને ચાચા ચોધરીના પ્રણેતા કહેવામાં આવે છે.

8.48 am: અફગાનિસ્તાનમાં અમેરિકાના એક સેન્ય જનરલનું મોત થઇ ગયું છે માનવામાં આવી રહ્યું છે કે અફગાન સુરક્ષા દળના એક સભ્ય દ્વારા ગઠબંધન સેના પર ગોળી ચલાવવા દરમિયાન તેમનું મોત થઇ ગયું.

8.30 am: ભારતીય કુંગ-ફૂ ટીમના સભ્ય સ્વપ્નિલ કુમારે વિશ્વ કુંગ-ફૂ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને દેશનું ગૌરવ વધાર્યું છે. સ્વપ્નિલ અવધ સ્કૂલમાં 12માં ધોરણનો વિદ્યાર્થી છે.

8.00 am: લિબિયામાં ચાલી રહેલી હિંસાના પગલે ત્યાં ફસાયેલા 200 ભારતીયોને હેમખેમ સ્વદેશ લાવવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. આજે તેમને એર ઇન્ડિયાના વિમાનમાં ભારત પરત લાવવામાં આવશે. ગઇલાકે 43 ભારતીય નર્સો લિબિયામાંથી કેરાલા હેમખેમ પાછી ફરી હતી.

English summary
Latest News in brief of August 6.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more