Lawrence Bishnoi Interview : લોરેન્સ બિશ્નોઈ ઈન્ટરવ્યુ કેસમાં મોટી કાર્યવાહી, 2 DSP સહિત 7 પોલીસકર્મી સસ્પેન્ડ
Lawrence Bishnoi : હત્યારા લોરેન્સ બિશ્નોઈના વિવાદીત ઈન્ટરવ્યૂ કેસમાં પંજાબ પોલીસે મોટી કાર્યવાહી કરી છે.
2022 માં પોલીસ કસ્ટડીમાં લોરેન્સ બિશ્નોઈના ઈન્ટરવ્યૂ બાદ મોટો વિવાદ થયો હતો. હવે પંજાબ પોલીસે 2 ડીએસપી સહિત 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.

પંજાબ પોલીસે મોટી કાર્યવાહી કરતા બે ડીએસપી સહિત 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિર્દેશો પર રચાયેલી SITએ આરોપીને ફરજ પર ઘોર બેદરકારીનો દોષી માનીને સસ્પેન્ડ કરવાની આ કાર્યવાહી કરી છે.
અહેવાલો અનુસાર, 7 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આ આદેશ રાજ્યના ગૃહ વિભાગના મુખ્ય સચિવ ગુરકીરત કૃપાલ સિંહ દ્વારા શુક્રવારે મોડી સાંજે જારી કરવામાં આવ્યો. જે અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં ડીએસપીથી લઈને હેડ કોન્સ્ટેબલ રેન્કના અધિકારીઓ છે.
તપાસમાં SIT સામે આવ્યુ કે સપ્ટેમ્બર 2022 માં ખારર CIA ખાતે તેની કસ્ટડી દરમિયાન બિશ્નોઈની વીડિયો કોન્ફરન્સ દ્વારા મુલાકાત કરાવવામાં આવી હતી. એસઆઈટીએ રાજસ્થાન પોલીસને પુરાવા આપ્યા હતા, જેમાં જાણવા મળ્યું હતું કે બિશ્નોઈનો ઈન્ટરવ્યુ જયપુર સેન્ટ્રલ જેલમાં થયો હતો. જો કે પછી એ વાતની પુષ્ટિ થઈ કે ઈન્ટરવ્યુ ખરેખર પંજાબની જેલનો હતો.












Click it and Unblock the Notifications
