ઉમેદવારે પોતાના કપડાં ફાડ્યા, ખુબ રડ્યો, આરોપ પણ લગાવ્યો
બેન્ડ બાજા અને બરાતીઓ સાથે નોમિનેશન દાખલ કરનાર સંયુક્ત વિકાસ પાર્ટીના ઉમેદવાર વૈદ્યરાજ કિશન ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.
બેન્ડ બાજા અને બરાતીઓ સાથે નોમિનેશન દાખલ કરનાર સંયુક્ત વિકાસ પાર્ટીના ઉમેદવાર વૈદ્યરાજ કિશન ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમને ઈવીએમ મશીનમાં ગરબડી અને નક્કી કરેલા સમય કરતા વધારે સમય સુધી મતદાન કરાવવાનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન વૈદ્યરાજ કિશન જોરજોરથી રડવા લાગ્યો. કપડાં ફાડીને પોતાને જ મારવા લાગ્યો. એટલું જ નહીં પરંતુ તે જમીન પર સૂઈને રડવા લાગ્યો. નેતાજીનો હંગામો જોઈને લોકોપરેશાન નહીં પરંતુ મજા લઇ રહ્યા હતા. જયારે જિલ્લા પ્રશાશને નેતાજીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
આ પણ વાંચો: એક વોટ તમારા બાળકને ચા અને પકોડા વાળો બનાવી શકે છે

કલેક્ટર પરિસરમાં હંગામો
8 એપ્રિલે બેન્ડ બાજા સાથે સંયુક્ત વિકાસ પાર્ટીના ઉમેદવાર વૈદ્યરાજ કિશન ઘ્વારા શાહજહાંપુર સીટથી નોમિનેશન ફાઈલ કરવામાં આવ્યું હતું. શાહજહાંપુર સીટ પર ચોથા તબક્કામાં મતદાન પૂરું થયા પછી નેતાજી અચાનક કેલેક્ટર ઓફિસ પહોંચી ગયા. ત્યારપછી તેમને કલેક્ટર પરિસરમાં ખુબ જ હંગામો કર્યો. તેમને ઈવીએમ મશીનમાં ગરબડી અને નક્કી કરેલા સમય કરતા વધારે સમય સુધી મતદાન કરાવવાનો આરોપ લગાવ્યો છે.

જમીન પર સૂઈને રડવા લાગ્યા
ઉમેદવાર આરોપ લગાવતા લગાવતા જમીન પર આળોટીને રડવા લાગ્યો, પોતાને મારવા લાગ્યો. એટલું જ નહીં પરંતુ તેને ગુસ્સામાં આવીને કુર્તો ફાડી નાખ્યો. આ ડ્રામા જોઈને ત્યાં હાજર રહેલા લોકો વીડિયો બનાવવા લાગ્યા. ઉમેદવારે કહ્યું કે જિલ્લા પ્રશાશને ઘોટાળો કર્યો છે. ઉમેદવારે કહ્યું કે લોકો પાસેથી ઉધાર પૈસા લઈને ચૂંટણી લડી છે, પરંતુ જિલ્લા પ્રશાશને અમને બરબાદ કરી નાખ્યા.

કારનામાઓને કારણે ચર્ચામાં રહે છે વૈદ્યરાજ કિશન
વૈદ્યરાજ કિશન પોતાના કારનામાઓને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. અત્યારસુધીમાં તેઓ 18 વખત ચૂંટણી લડી ચુક્યા છે, પરંતુ તેઓ હજુ સુધી જીત્યા નથી. નોમિનેશન દરમિયાન વૈદ્યરાજ કિશન વરરાજા બનીને બેન્ડ બાજા સાથે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા, જેના માટે તેમના પર કેસ પણ થયો હતો. એટલું જ નહીં પરંતુ પ્રચાર દરમિયાન તેઓ જાતે રીક્ષા ચલાવતા જોવા મળ્યા હતા. તેમની સાથે ગનર રીક્ષા પર બેસી રહેતો હતો.












Click it and Unblock the Notifications
