Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"GST પર જનતા કોની સાથે છે એ ગુજ. ચૂંટણી પછી ખબર પડશે"

વોશિંગ્ટનમાં નાણાં મંત્રી અરુણ જેટલીએ નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયોનો પક્ષ લેતાં કહ્યું કે, જનતા કોની સાથે છે એ તો ગુજરાત ચૂંટણીના પરિણામો જણાવશે.

નાણાં મંત્રી અરુણ જેટલી રવિવારે અમેરિકાના વોશિંગ્ટન ખાતે પહોંચ્યા હતા. અરુણ જેટલીએ કહ્યું કે, બેંકોના દેવાળાપણા સાથે જોડાયેલા કાયદા, જીએસટી, નોટબંધી જેવા સુધારા માટે ખૂબ હિંમતની જરૂર હોય છે, જેના કારણે ભારતની આજે વૈશ્વિક સ્તર પર પ્રશંસા થઇ રહી છે. અરુણ જેટલીએ કહ્યું કે, છેલ્લા 3 વર્ષોથી સમગ્ર વિશ્વ આખી દુનિયાની અર્થવ્યવસ્થામાં મંદી આવી છે, પરંતુ ભારતની અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે. આનું કારણ છે આર્થિક સુધારા માટે લેવામાં આવેલ કડક પગલાં, એને કારણે જ આ સંભવ થઇ શક્યું છે.

arun jaitley

અરુણ જેટલીએ આગળ કહ્યું કે, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ નાણાં મંત્રી જીએસટીને સપોર્ટ કરી રહ્યાં છે, પરંતુ પાર્ટી તક લઇને આનો વિરોધ કરી રહી છે. તેમણે કહ્યું કે, હવે તો ગુજરાત ચૂંટણીના પરિણામ જ જણાવશે કે જનતા કોનું સમર્થન કરી રહી છે. નોટબંધી બાદ થયેલ ઉત્તર પ્રદેશ ચૂંટણીના આવેલ પરિણામો તો સૌને ખબર જ છે.

ભારત અને અમેરિકાના સંબંધો પર બોલતાં અરુણ જેટલીએ કહ્યું કે, પીએમ મોદીની હાલની અમેરિકાની મુલાકાતોથી બંને દેશોના સંબંધોમાં મજબૂતી આવી છે. જે ભારતીયો એચ1બી વિઝા સાથે કે મેળવવાની ઇચ્છાથી અમેરિકા આવે છે, તે ખૂબ યોગ્ય અને ભણેલા-ગણેલા હોય છે. તેઓ અમેરિકાની અર્થવ્યવસ્થાને પણ આગળ જવામાં પોતાનું યોગદાન આપે છે. જો ભારતીયોને એચ1બી વિઝા અંગે ચિંતા છે, તે અંગે અમે અમેરિકન સરકારને જાણકારી આપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X