For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દારૂબંધીવાળા રાજ્યની વિધાનસભા પરિસરમાંથી જ દારૂની બોટલ મળી

બિહાર વિધાનસભાના શિયાળુ સત્રનો બીજો દિવસ હોબાળોથી ભરેલો રહ્યો છે. પહેલા વિધાનસભા પરિસરમાં આરજેડી અને ભાજપના ધારાસભ્ય વચ્ચે હોબાળો થયો હતો.

|
Google Oneindia Gujarati News

પટના : બિહાર વિધાનસભાના શિયાળુ સત્રનો બીજો દિવસ હોબાળોથી ભરેલો રહ્યો છે. પહેલા વિધાનસભા પરિસરમાં આરજેડી અને ભાજપના ધારાસભ્ય વચ્ચે હોબાળો થયો હતો. આવા સમયે પરિસરમાં દારૂની બોટલ મળ્યા બાદ વિપક્ષે મુખ્યમંત્રી નીતિશ કુમારને આડે હાથ લીધા હતા. વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી પર આરોપ લગાવવાની સાથે રાજીનામાની માગ કરી હતી.

તેજસ્વી યાદવ

વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે, મુખ્યમંત્રી નીતીશ કુમારે તાજેતરમાં એક મોટી સમીક્ષા બેઠક યોજી હતી. આજે લોકશાહીના મંદિરના કેમ્પસમાં દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે. આનાથી સાબિત થાય છે કે, રાજ્યમાં સંપૂર્ણ દારૂબંધી સદંતર નિષ્ફળ છે. શપથ એ મજાક છે. સરકાર તેનો જવાબ નહીં આપે, કહેશે કે, આ વિપક્ષનું ષડયંત્ર છે.

મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ - તેજસ્વી યાદવ

આ સિવાય તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સાથે દારૂ માફિયાઓની તસવીર સામે આવી છે. અમે નકલી કે ભેળસેળવાળા નથી. આ લોકોએ બિહારને બરબાદ કરી નાખ્યું છે. ન તો રોજગાર, ન શિક્ષણ, ન સારવાર, જેના કારણે બિહારને સંપૂર્ણપણે બરબાદ થઇ ગયું છે. તેમના મંત્રીઓ દારૂ પીવે છે. વિધાનસભા પરિસરમાં દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે. મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. બિહારના ગૃહમંત્રી કોણ છે? નીતિશ જી સંપૂર્ણપણે દોષિત છે.

તું તારી કર્યા બાદ વિવાદ એટલો વધી ગયો

ઉલ્લેખનીય છે કે, સવારે 10 કલાકની આસપાસ કાર્યવાહી શરૂ થાય તે પહેલા આરજેડી ધારાસભ્ય ભાઈ બિરેન્દ્ર અને બીજેપીના દરભંગાના ધારાસભ્ય સંજય સાવર્ગી એકબીજા સાથે અથડાયા હતા. બંનેનું આ કૃત્ય કેમેરામાં કેદ થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તું તારી કર્યા બાદ વિવાદ એટલો વધી ગયો કે મામલો અપશબ્દો સુધી પહોંચ્યો હતો.

'તું' શબ્દ ભાઈ બિરેન્દ્રને ચોંટી ગયો અને પછી બંને તરફથી અપશબ્દો બોલાવા લાગ્યા

વાસ્તવમાં બીજેપી ધારાસભ્ય સરોગી ભાઈ બિરેન્દ્ર સાથે ઈન્ટરવ્યુ આપવા માંગતા ન હતા. સંજયે કહ્યું કે, અમે આ લોકોની સાથે ઊભા રહીશું નહીં. ભાઈ બિરેન્દ્રએ પહેલા તો આ વાતની અવગણના કરી, પરંતુ જ્યારે સંજયે ફરીથી કહ્યું કે, તમારી લોકો સાથે અમે ઊભા નહીં રહીએ. જે બાદ વસ્તુઓ વધુ ખરાબ થઈ ગઇ હતી. 'તું' શબ્દ ભાઈ બિરેન્દ્રને ચોંટી ગયો અને પછી બંને તરફથી અપશબ્દો બોલાવા લાગ્યા હતા.

English summary
liquor bottle found from bihar assembly, tejashwi demands resignation of CM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X