liquor scam: સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદીયાની અરજી ફગાવી, હાઇકોર્ટ જવાની આપી સલાહ

મનીષ સિસોદિયાની ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ ડિવિઝન બેન્ચે તેની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમજ હાઈકોર્ટમાં જવાની સલાહ આપી હતી.

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની એક્સાઈઝ કૌભાંડના સંબંધમાં સીબીઆઈ દ્વારા રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે સીબીઆઈ રિમાન્ડ પર છે. સિસોદિયાના વકીલ આ મામલાને સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા, પરંતુ સુપ્રીમ કોર્ટે તેની સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો. તેમજ હાઈકોર્ટમાં જવાની સલાહ આપી હતી. એમ પણ કહ્યું કે તેમની પાસે હાઈકોર્ટમાં વિવિધ કાયદાકીય ઉપાયો ઉપલબ્ધ છે, તેથી તેઓએ પહેલા ત્યાં પ્રયાસ કરવો જોઈએ.

Manish SIsodia

હકીકતમાં, ધરપકડ બાદ સિસોદિયાને સોમવારે સીબીઆઈએ દિલ્હીની રાઉઝ એવન્યુ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યાં તેને પાંચ દિવસના સીબીઆઈ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. આ નિર્ણય સામે સિસોદિયા સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. આ મામલો ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ નરસિમ્હાની બેંચ સુધી પહોંચ્યો હતો. આના પર તેમણે અરજદારના વકીલને પૂછ્યું કે હાઈકોર્ટમાં જવાને બદલે તેઓ સીધા સુપ્રીમ કોર્ટમાં કેમ આવ્યા?

બેંચે કહ્યું કે તમે કલમ 32 હેઠળ સીધા અહીં કેમ આવ્યા છો? આ સારી પ્રથા નથી. જો દિલ્હીમાં કોઈ ઘટના બને છે તો તેનો અર્થ એ નથી કે તમારે સીધો સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો જોઈએ. તમે પહેલા હાઈકોર્ટમાં જાઓ, ત્યાં તમારી પાસે ઘણા કાયદાકીય વિકલ્પો છે. ત્યાં જામીન માટે અરજી કરો, ત્યાં નિર્ણય આવ્યા પછી આવો.

સિસોદીયાના વકીલે કરી આ દલીલ

મનીષ સિસોદિયા વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા. તેમણે રોમેશ થાપર કેસનો ઉલ્લેખ કર્યો હતો. એ પણ કહ્યું કે સિસોદિયા વિરુદ્ધ હજુ સુધી કોઈ પુરાવા નથી. આવી સ્થિતિમાં તેમની ધરપકડ નિયમો વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં સ્પષ્ટ છે કે વ્યક્તિની સ્વતંત્રતા સાથે ચેડા કરી શકાય નહીં. જો કે, તેમની દલીલોને ખંડપીઠે સ્વીકારી ન હતી અને અરજદારને હાઈકોર્ટમાં જવાની સલાહ આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X