For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીને સંસદમાં મળવા આવ્યો તેમનો નાનકળો મિત્ર, ફોટો શેર કર્યો

પીએમ મોદીને સંસદમાં મળવા આવ્યો તેમનો નાનકળો મિત્ર, ફોટો શેર કર્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પીએમ મોદીએ મંગળવારે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક નાના બાળક સાથેની તસવીર શેર કરી. આ તસવીરમાં પીએમ મોદીના ખોળામાં રમી રહેલ બાળક મેજ પર રાખેલ ચોકલેટ અને અન્ય વસ્તુઓ ઉઠાવવાની કોશિશ કરી રહ્યું છે. બીજી તસવીરમાં મોદી પોતાના નાનકળા દોસ્તને હવામાં ઉછાળી રમાડી રહ્યા છે. તસવીરને શેર કરી મોદીએ લખ્યું કે આ બહુ ખાસ મિત્ર છે આજે સંસદમાં મળવા આવ્યો.

તસવીર વાયરલ થઈ

તસવીર વાયરલ થઈ

આ બાળકની પીએમ સાથેની તસવીર ગણતરીની કલાકોમાં જ વાયરલ થઈ ગઈ. આ તસવીરોને સોશિયલ મીડિયા પર યૂઝર્સ ખુબ પસંદ કરી રહ્યા છે. આ નાનું બાળક જેવી રીતે પીએમ મોદીના ખોળામાં મસ્તી કરી રહ્યું છે, તે પણ લોકોને બહુ પસંદ આવી રહ્યું છે. લોકો બાળકને ખુબ દુવાઓ આપી રહ્યા છે.

કોણ છે આ બાળક

કોણ છે આ બાળક

સોશિયલ મીડિયા પર યૂઝર્સે જ્યાં બાળકની પીએમ મોદી સાથેની મસ્તીને પસંદ કરી રહ્યા છે ત્યાં જ લગાતાર સવાલ કરી રહ્યા છે કે આ બાળક કોણ છે? કેટલાક લોકો આ બાળકને એક સાંસદનો ભાણેજ ગણાવી રહ્યા છે, તો કેટલાક લોકો કહી રહ્યા છે કે એક ગુજરાતી વિજિટર ફેમિલી સંસદ આવી હતી, તેમનું જ આ બાળક છે.

મોદીએ દોસ્ત વિશે જાણકારી ન આપી

મોદીએ દોસ્ત વિશે જાણકારી ન આપી

પીએમ મોદીએ બાળક સાથે રમતા હોય તેવી બે તસવીરો તો શેર કરી છે. પરંતુ આ બાળક કોણ છે તેની જાણકારી શેર ન કરી. જો કે આ મસ્તીખોર બાળકને લઈ સોશિયલ મીડિયા પર લોકો કેટલાય પ્રકારની અટકળો જરૂર લગાવી રહ્યા છે.

સરકારની ભલામણ પર સુપ્રીમ કોર્ટે NRCની ડેડલાઈન 31 જુલાઈથી વધારીને 31 ઓગસ્ટ કરી સરકારની ભલામણ પર સુપ્રીમ કોર્ટે NRCની ડેડલાઈન 31 જુલાઈથી વધારીને 31 ઓગસ્ટ કરી

English summary
little friend of pm modi visited him in parliament, pm shared pic
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X