For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાલ કિલ્લા પરથી મોદીએ ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ, PM નહી સેવક છું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 68મા સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો છે. નરેન્દ્ર મોદી અત્યારે ભાષણ આપી રહ્યાં છે. હું વડાપ્રધાનમંત્રીના રૂપમાં નહી પ્રધાનસેવકના રૂપમાં તમારે વચ્ચે છું.

15 ઓગષ્ટ સ્પેશિયલ ઓફર્સ, તો શું તમે કરી ખરીદી!15 ઓગષ્ટ સ્પેશિયલ ઓફર્સ, તો શું તમે કરી ખરીદી!

રાષ્ટ્રીય પર્વ રાષ્ટ્રીય ચરિત્રને નિખારવાનો અવસર હોય છે. રાષ્ટ્રીય પર્વથી પ્રેરણા લઇને જન-જનનું ચરિત્ર જેટલું નિખારીએ એટલું સારું. આ દેશ ખેડૂતો, યુવાનો, સૈનિકો, વૈજ્ઞાનિકો, રૂષિ મુનિઓને બનાવ્યો.

ટ્વિટર પર દેશની જનતા જોવા મળી વડાપ્રધાનના ભાષણથી પ્રભાવિતટ્વિટર પર દેશની જનતા જોવા મળી વડાપ્રધાનના ભાષણથી પ્રભાવિત

નરેન્દ્ર મોદીનું ભાષણ ઘણા પ્રકારે ઐતિહાસિક છે. નરેન્દ્ર મોદી પહેલીવાર બુલેટ પ્રૂફ બોક્સ વિના ભાષણ આપી રહ્યાં છે. નરેન્દ્ર મોદી દેશના એવા પ્રથમ વડાપ્રધાન બની ગયા છે, જે લખ્યા વિનાનું ભાષણ આપી રહ્યાં છે. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ લઇને બાપૂને નમન કર્યું.

2 વડાપ્રધાન જેમનું લાલ કિલ્લા સુધી પહોંચવાનું સપનું રહ્યું અધુરૂ2 વડાપ્રધાન જેમનું લાલ કિલ્લા સુધી પહોંચવાનું સપનું રહ્યું અધુરૂ

બાપૂને કર્યા નમન

બાપૂને કર્યા નમન

નરેન્દ્ર મોદીનું ભાષણ ઘણા પ્રકારે ઐતિહાસિક છે. નરેન્દ્ર મોદી પહેલીવાર બુલેટ પ્રૂફ બોક્સ વિના ભાષણ આપી રહ્યાં છે. નરેન્દ્ર મોદી દેશના એવા પ્રથમ વડાપ્રધાન બની ગયા છે, જે લખ્યા વિનાનું ભાષણ આપી રહ્યાં છે. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ લઇને બાપૂને નમન કર્યું.

આઝાદીના સિપાહીઓને હું શત શત નમન

આઝાદીના સિપાહીઓને હું શત શત નમન

હું વડાપ્રધાનના રૂપમાં નહી પ્રધાનસેવકના રૂપમાં ઉપસ્થિત છું. દેશની આઝાદીની જંગ કેટલા વર્ષો સુધી લડવામાં આવી, અગણિત લોકોએ બલિદાન આપ્યું. ઘણી પેઢીઓ ખપી ગઇ. જેલમાં જીંદગી પસાર થઇ ગઇ. તે બધા આઝાદીના સિપાહીઓને હું શત શત નમન કરું છું. આઝાદીના આ પાવન પર્વ પર ભારતને કોટિ કોટિ જનોને પણ હું પ્રણામ કરું છું.

રાષ્ટ્રીય ચરિત્રને નિખારવાનો એક અવસર

રાષ્ટ્રીય ચરિત્રને નિખારવાનો એક અવસર

સમાજમાં બધા પછાત લોકો માટે કંઇક કરી ગુજરવાનો પર્વ આવ્યો છે. રાષ્ટ્રીય પર્વ રાષ્ટ્રીય ચરિત્રને નિખારવાનો એક અવસર હોય છે. રાષ્ટ્રીય પર્વથી પ્રેરણા લઇને જન જનનું રાષ્ટ્રીય ચરિત્ર જેટલું વધુ નિખરે, દરેક કાર્યકપાલ રાષ્ટ્ર હિતમાં કરવામાં આવશે, જો આપણે તે કસોટી પર જીવીએ તો આઝાદીનો પર્વ એક પ્રેરણાનો પર્વ બની શકે.

આ દેશ રાજકારણીએ નહી ખેડૂતોએ બનાવ્યો

આ દેશ રાજકારણીએ નહી ખેડૂતોએ બનાવ્યો

આ દેશ રાજકારણીઓએ બનાવ્યો નથી, શાસકોએ બનાવ્યો નથી, દેશ સરકારે પણ બનાવ્યો નથી. દેશ ખેડૂતોએ બનાવ્યો છે, મજૂરોએ બનાવ્યો છે. આપણી બહેનોએ બનાવ્યો છે, નવયુવાનોએ બનાવ્યો છે, શિક્ષકો, વૈજ્ઞાનિકો, સમાજસેવકોએ બનાવ્યો છે.

સંવિધાન નિર્માતાઓને નમન કરું છું

સંવિધાન નિર્માતાઓને નમન કરું છું

એકા નાના ગામનું બાળક આજે લાલા કિલ્લાની ધરોહરથી તિરંગાની સામે માથું ઝુકાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે. આ ભારતના લોકતંત્ર, સંવિધાનની તાકત છે. હું સંવિધાન નિર્માતાઓને નમન કરું છું. દેશ આજે જ્યાં પહોંચ્યો છે, તેમાં આ દેશના બધા વડાપ્રધાનોનું યોગદાન છે, સરકારોનું યોગદાન છે. હું બધી પૂર્વ સરકારો, વડાપ્રધાનો, તેમના કાર્યોના પ્રત્યે આભાર વ્યક્ત કરવા માંગું છું.

આ મંચ રાજનીતિનું નથી રાષ્ટ્રનીતિનું છે

આ મંચ રાજનીતિનું નથી રાષ્ટ્રનીતિનું છે

હું દિલ્હીનો આઉટસાઇડર છું. અહીંના એલીટ ક્લાસથી દૂર રહ્યો છું. મેં અહીં એક ઇનસાઇડર લીધું. આ મંચ રાજનીતિનું નથી રાષ્ટ્રનીતિનું છે. મારી વાતોને રાજનીતિના ત્રાજવાથી તોલવામાં ન આવે. મેં અહીં જે અનુભવ કર્યો હું ચોંકી ગયો. એવું લાગ્યું કે જેમ કે એક સરકારની અંદર ડઝનો સરકાર ચાલી રહી છે. દરેકની અલગ જાગીર છે. એક વિભાગ બીજા વિભાગ સાથે ભીડી રહ્યો છે. સુપ્રીમમાં જઇને વિભાગ પરસ્પર લડી રહ્યો છું. મેં આ દિવાલને પાડવાનો પ્રયત્ન કર્યો છે. સરકારની એક દિશા હોય, આ દિશામાં આપણે દેશને ચલાવવાનો સંકલ્પ કરીએ.

શાસન વ્યવસ્થાના ભાગોને વધુ ધારદાર બનાવવા છે

શાસન વ્યવસ્થાના ભાગોને વધુ ધારદાર બનાવવા છે

હું કેટલાક દિવસોથી જોઇ રહ્યો છું કે સમાચાર પત્રો અને ટીવીમાં સરકારી કર્મચારીઓ સમયસર ઓફિસ પહોંચતા હોવાના સમાચાર છપાઇ રહ્યાં છે. શું આ દેશના ઓફિસર સમયસર ઓફિસ જાય તે શું ન્યૂઝ બને છે. અને જો આવું હોય તો ખબર પડે છે કે આપણે કેટલા નીચે પડેલા છીએ. લોકોની પૂર્તિ માટે શાસન વ્યવસ્થાના ભાગોને વધુ ધારદાર બનાવવા છે. અમે તે દિશામાં પ્રયત્ન કરી રહ્યાં છીએ. હું દેશવાસીઓને વિશ્વાસ અપાવવા માંગું છું કે સરકારમાં બેઠેલા લોકોનું સામર્થ્ય ખૂબ હોય છે. હું તે શક્તિને જગાવવા માગું છું.

હિંસાથી આપણને કશું પ્રાપ્ત નહી થાય

હિંસાથી આપણને કશું પ્રાપ્ત નહી થાય

નક્સલવાદીઓ અને આતંકવાદીઓને હું કહેવા માંગુ છું કે ખભા પર બંદૂક લઇને ધરતીને લાલ તો કરી રહ્યાં છે, ખભા પર હળ હશે તો ધરતી લીલીછમ લહેરાતી જોવા મળશે. હિંસાથી આપણને કશું પ્રાપ્ત નહી થાય. હિંસા ભારતા માતા પર દાગ છે. જાતિવાદ, સાંપ્રદાયિકતાવાદ અને પ્રાંતવાદને ભૂલી જાવ. 10 માટે આ બધાને ભૂલી જાવ, પછી જુઓ દેશ કયા માર્ગે જાય છે. સદભાવના ભાઇચારાનો રસ્તો અપનાવો, દેશ ખૂબ આગળ વધશે.

પુત્ર પર પણ રાખો અંકુશ

પુત્ર પર પણ રાખો અંકુશ

દેશમાં બળાત્કારની ઘટનાઓથી માથું ઝુકી જાય છે. પરિવારજનોએ છોકરી પર જ પ્રતિબંધો લાદવા ન જોઇએ. માતા-પિતાએ તે પુત્રો પણ અંકુશ લાદવો જોઇએ.

દેશની આન-બાન-શાનમાં પુત્રીઓનું યોગદાન

દેશની આન-બાન-શાનમાં પુત્રીઓનું યોગદાન

દેશમાં છોકરાઓના મુકાબલે છોકરીઓ ઓછી પેદા થાય છે. આ અસંતુલન તો ભગવાને પેદા કર્યું નથી. હું લોકોને અનુરોધ કરું છું કે તે ગર્ભમાં છોકરીઓની બલિ ન ચઢાવે. દેશની આન-બાન-શાનમાં આપણી પુત્રીઓનું પણ યોગદાન છે.

દેશના દરેક યુવાનને હુનરમંદ બનાવવો છે

દેશના દરેક યુવાનને હુનરમંદ બનાવવો છે

આ દેશ નવયુવાનોનો છો. ભારત વિશ્વનો નવયુવાન દેશ છે. સરકાર વડાપ્રધાન જનધન યોજના શરૂ કરશે. આ યોજના હેઠળ દેશના પ્રત્યેક નાગરિકનું બેંક એકાઉન્ટ ખોલવામાં આવશે અને એક લાખ રૂપિયાનો વીમો સુનિશ્વિત કરવામાં આવશે જેથી મુશ્કેલીઓના સમયે આ રકમ લોકોના કામ આવી શકે. દેશના યુવાનેને કૌશલ સાથે જોડવાની જરૂરિયાત છે. યુવાનોને રોજગાર આપવો જોઇએ તો આપણે ઉત્પાદન ક્ષેત્રને વધારવું છે. દેશના દરેક યુવાનને હુનરમંદ બનાવવો છે.

હવે આ દેશ 'ડિજિટલ ઇન્ડિયા' છે

હવે આ દેશ 'ડિજિટલ ઇન્ડિયા' છે

હું ઇચ્છું છું કે દેશના દરેક ખૂણામાં આ વાત પહોંચે કે 'મેડ ઇન ઇન્ડિયા. દેશનું આ જ સપનું હોવું જોઇએ. નવયુવાનો પાસે અપીલ કરું છું કે તે આગળ આવે અને પોતાના કૌશલનો પરિચય દુનિયાને કરાવે. ભારત વિશે દુનિયાની અવધારણા બદલી છે. હવે દેશ સાંપ અને જાદૂગરોનો નથી. હવે આ દેશ 'ડિજિટલ ઇન્ડિયા' છે. આપણા આઇટી ક્ષેત્રના યુવાનોને દુનિયામાં ભારતની તસવીર બદલી દિધી. આઇટીના વિસ્તારમાં આપણા યુવાનોની ક્ષમતા આખી દુનિયામાં જાણીતી છે.

સ્વચ્છ ભારત અભિયાન

સ્વચ્છ ભારત અભિયાન

મહાત્મા ગાંધીની 150મી જયંતી આવવાની છે. ગાંધીજીને સાફ-સફાઇ ખૂબ પ્રિય હતી. આપણે સ્વચ્છતાનો સંકલ્પ લેવો જોઇએ. સાફ-સફાઇ મોટું કામ છે. દેશવાસીઓને સ્વચ્છ ભારત અભિયાનને આગળ વધારવું છે. આપણે દરેક ઘરમાં ટોયલેટ સુનિશ્વિત કરવાના છે. હું દેશના લોકો, કોર્પોરેટ ઉદ્યોગોને આહવાન કરું છું કે તે રાજ્ય સરકારોની સાથે મળીને દેશની બધી સ્કુલોમાં બાળકીઓ માટે અલગ ટોયલેટનું નિર્માણ કરે. આગામી વર્ષે જ્યારે આપણે 15 ઓગષ્ટના રોજ લાલ કિલ્લા પર મળીએ તો કોઇપણ સ્કુલ ટોયલેટ વિના ન હોય.

દરેક સાંસદ આદર્શ ગામ બનાવે

દરેક સાંસદ આદર્શ ગામ બનાવે

દરેક સાંસદ આદર્શ ગામ બનાવે. પાંચ વર્ષ બાદ સાંસદ પાંચ આદર્શ ગામનું નિર્માણ કરે. દેશ બનાવવો છે તો ગામડાથી શરૂઆત કરવી પડશે. 12 ઓક્ટોબરથી સાંસદ આદર્શ ગ્રામ યોજના શરૂ કરવામાં આવશે. જયપ્રકાશની જયંતિ પર આ યોજના શરૂ કરવામાં આવશે. યોજના આયોગનું કાયાકલ્પ કરવાની જરૂરિયાત છે. યોજના આયોગની જગ્યાએ નવી વિચારસણી, નવી દિશા, નવા વિશ્વાસની સાથે આપણે એક નવી સંસ્થાનું નિર્માણ કરીશું. યોજના આયોગે અત્યાર સુધી ઘણા સારા કામ કર્યા છે, તેના કાર્યોનું હું અભિવાદન કરું છું પરંતુ હવે સમય બદલાઇ ગયો છે. આર્થિક વૃદ્ધિનું કામકાજ ફક્ત સરકારો બનાવી રહી નથી. આર્થિક હલચલનો ઘેરાવો વધી ગયો છે, તેને જોતાં આપણે આ દિશામાં જલદી આગળ વધવાનું છું.

ભારતમાંથી ગરીબી દૂર કરવાની છે

ભારતમાંથી ગરીબી દૂર કરવાની છે

આપણે ભારતમાંથી ગરીબી દૂર કરવાની છે. સાર્ક દેશ મળીને દુનિયામાં પોતાનું મહત્વ સાબિત કરી શકે છે. સાર્ક દેશો મળીને પોતાની ગરીબી દૂર કરવી છે. હું દેશવાસીઓને કહું છું કે જો તમે 12 કલાક કામ કરશો તો હું 13 કલાક કામ કરીશ. જો તમે 14 કલાક કામ કરશો તો હું 15 કલાક કામ કરીશ કારણ કે હું આજે તમારી વચ્ચે વડાપ્રધાનના રૂપમાં નહી પરંતુ પ્રધાનસેવકના રૂપમાં હાજર છું. હું દેશની રક્ષામાં તૈનાત સૈનિકોને નમન કરું છું. બોર્ડર પર જવાનો જાગી રહ્યાં એટલા માટે પણ જાગતું રહેવું જોઇએ.

English summary
Prime Minister Narendra Modi will deliver his first address to the nation from the ramparts of the historic Red Fort on 68th Independence Day on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X